Rain Video: જુનાગઢમાં મેઘરાજાને તોફાની બેટીંગ, મેંદરડા ઉપરવાસમાં ધમધોકાર વરસાદથી મધુવંતી નદીમાં આવ્યા નવા નીર

જુનાગઢમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી મહેરબાન થયા છે અને સાર્વત્રિક વરસી રહ્યા છે. જિલ્લાના અનેક તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જેમા મેંદરડાના ઉપરવાસમાં વધુ વરસાદ થતા નવા નીર આવ્યા છે. મધુવંતી નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

| Updated on: Jun 27, 2024 | 5:37 PM

જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ યથાવત છે. વાત કરીએ માણાવદર પંથકની તો અહીં ગાંધી ચોક, પટેલ ચોક, સિનેમા ચોક, મિતડી દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે.આ તરફ ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેંદરડાના ઉપરવાસમાં વધુ વરસાદ થતા નદીમાં નવા નીર આવ્યા છે. મધુવંતી નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી પ્રસરી છે.

કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદે મુશ્કેલી વધારી છે. ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો ફસાયા છે. જેસીબી, ટ્રેક્ટર અને કાર સહિતના વાહનો પાણીમાં ફસાયા હતા અને લોકોએ ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી.

આ તરફ ગીરનાર પર્વત પર વરસાદે ધમાકેદાર બેટીંગ કરતા ગીરનાર પર્વત પરના આહ્લાદક દૃશ્યો સામે આવ્યા છે. અંબાજીના દર્શન કરવા જતા ભાવિકોએ વરસાદની મજા માણી હતી. ગીરનારના જંગલમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ તરફ જિલ્લાના માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આંબેચા, જલંધર, અમરાપુરમાં ધોધમાર વરસાદ થયો છે. માળીયા હાટીના પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
g clip-path="url(#clip0_868_265)">