Rain Video: બનાસકાંઠાના દાંતા અને વાવમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી
Banaskantha: રાજ્યમાં ઓગષ્ટ મહિનો સંપૂર્ણ કોરોધાકોર રહ્યા બાદ હવે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાતમ આઠમના તહેવારો દરમિયાન અમી છાંટણા જોવા મળ્યા છે. ત્યારે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના દાંતા પંથકમાં વરસાદી માહોલ છવાયો છે.
Banaskantha: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા એક મહિનાથી વરસાદ હાથતાળી આપી રહ્યો હતો અને સંપૂર્ણ ઓગષ્ટ મહિનો કોરોધાકોર રહ્યો હતો. ત્યારબાદ હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમા બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા. જ્યારે વાવમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ સમગ્ર વિસ્તારમાં મેઘમહેર થતા લોકોને ગરમીથી રાહત મળી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. જેમા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી વરસાદની રાહ જોયા બાદ હવે મેઘરાજાએ દસ્તક દેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. કાચા સોના સમાન આ વરસાદથી ખેડૂતો મોલાતને જીવતદાન મળવાની આશા સેવી રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad Rain: લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાનું આગમન, દાણીલીમડા વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ Video
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો