રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ, જુઓ વીડિયો

|

Jul 24, 2024 | 9:55 AM

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સતત ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. કચ્છના લખપત, નખત્રાણા, અબડાસા અને માંડવી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં મેઘરાજા રીસાયા હોય એવી સ્થિતિ છે. અહીં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં વરસાદી માહોલ સતત જામ્યો છે. અંતિમ 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજ્યના 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પલસાણામાં 10 ઈંચ અને ખેરગામમાં 9.7 ઈંચ વરસાદ વરસ્યો છે. વિસાવદરમાં 8.7 ઈંચ વરસાદ વરસ્યો છે. કામરેજ અને બારડોલીમાં 8-8 ઈંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સતત ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. કચ્છના લખપત, નખત્રાણા, અબડાસા અને માંડવી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં મેઘરાજા રીસાયા હોય એવી સ્થિતિ છે. અહીં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં ઉત્તર ગુજરાતનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અહીં માત્ર 20 ટકા જેટલો જ વરસાદ સિઝનમાં નોંધાયો છે. આવી જ સ્થિતિ સાબરકાંઠામાં પણ જોવા મળી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video