Rain News : છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ વાપીમાં વરસ્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે.સૌથી વધુ વલસાડના વાપીમાં 6.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે.સૌથી વધુ વલસાડના વાપીમાં 6.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના કપરાડામાં 4.5 અને ધરમપુરમાં 4.3 ઇંચ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં 10 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 29 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. કેટલાંક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ અતિભારે વરસાદના એંધાણ જોવા મળે છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ