Vadodara Video : મેઘ તાંડવ ! અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, સ્કૂલ વાન વરસાદી પાણીમાં ફસાઈ

|

Jul 24, 2024 | 2:19 PM

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરામાં 5 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં રાવપુરા, કારેલીબાગ, મકરપુરા, મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરામાં 5 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં રાવપુરા, કારેલીબાગ, મકરપુરા, મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તેમજ માંજલપુર, માંડવી, વીઆઈપી રોડમાં પણ પાણી ભરાયા છે. ખોડીયાર નગર, અમિત નગર, ગોરવા, ગોત્રીમાં પણ પાણી ફરી વળ્યા છે. અલ્કાપુરી ગરનાળામાં પાણી ભરાતા બંધ કરાયુ છે.

વરસાદી પાણીમાં સ્કૂલ વાન ફસાઈ

શહેરમાં ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મદનઝાંપા, પથ્થરગેટ, મંગળબજાર વિસ્તારમાં ભરાયા પાણીમાં ગરકાવ થયા છે. તેમજ માંજલપુર વિસ્તારમાં અનેક સોસાયટીમાં ઘરમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ, રામેશ્વર મહાદેવ મંદિર પાસેના રોડ પર ઘૂંટણસામા પાણી ભરાતા સ્કૂલ વાન પાણીમાં ફસાઈ છે. તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

( વીથ ઈનપુટ – અંજલી ઓઝા ) 

Next Video