Rain Breaking Video : ડભોઈ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા, ચાંદોદમાં એક માળ સુધી ભરાયા પાણી
વડોદરાના ચાંદોદ ગામમાં કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યુ છે. દુકાન અને મકાનમાં પાણી ભરાતા માલ સામાનને મોટુ નુકસાન થયુ છે. નદીના પાણી ઘુસી જતા દુકાનો અને મકાન ખાલી કરાવાયા છે. ચાંદોદમાં આવેલા મંદિરમાં નદીના પાણી ઘુસી ગયા છે.ચાંદોદમાં ચોતરફ પાણી ભરાતા લોકોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
Chandod Rain : વડોદરામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ત્યાં વડોદરાના ચાંદોદ ગામમાં કેટલીક દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યુ છે. દુકાન અને મકાનમાં પાણી ભરાતા માલ સામાનને મોટુ નુકસાન થયુ છે. નદીના પાણી ઘુસી જતા દુકાનો અને મકાન ખાલી કરાવાયા છે. ચાંદોદમાં આવેલા મંદિરમાં નદીના પાણી ઘુસી ગયા છે.
આ પણ વાંચો : Vadodara Rain Breaking: કરજણના પરા અને નાની સાયર ગામમાં નદીના પાણી ફરી વળ્યા, NDRFની ટીમે 16 લોકોને બચાવ્યા
ચાંદોદમાં ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીના પાણી ગામમાં ઘુસ્યા છે. ચાંદોદ, ભીમપુરા, નંદેરીયા અને કરનાળી સહિતના ગામો બેટમાં ફેરવાયા છે.
ચાંદોદમાં એક માળ સુધી દુકાનો મકાનો અને મંદિરોમાં પાણી ભરાયા છે. એક માળ સુધી પાણી ભરાતા લોકો જીવના જોખમે સ્થળાંત કરવા મજબૂર બન્યા છે. લોકોને જીવના જોખમે હોડીમાં લઇ જઇ રહ્યાં છે. તો ધોધમાર વરસાદના પગલે ઓરસગં અને નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
