ભાવનગરમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો, રૂપિયા 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, જુઓ Video
દુઃખની વાત એ છે કે, ગુજરાત પ્રોહિબીશન એક્ટ મુજબ પોલીસ નામજોગ ગુનો નોંધી શકતી નથી. કારણ કે આલ્કોહોલનું પ્રમાણ ચોક્કસ દર્શાવવામાં આવ્યું નથી. જેનો લાભ લઈને કેફી પીણાનો વેપલો કરતા દલાલો અને દુકાનદારો દેશના યુવાધનને બરબાદ કરી રહ્યા છે. જે-તે સમયે પોલીસે ચોક્કસ વ્યક્તિ પાસેથી આયુર્વેદીક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
Bhavnagar : ભાવનગર શહેરમાં યુવાનોને બરબાદ કરી રહેલા કેફી પીણાનો (Intoxicating drink) જથ્થો પોલીસે ફરી એક વખત મોટી માત્રામાં ઝડપી પાડ્યો છે. ભાવનગર પોલીસે અલગ અલગ ચાર જગ્યા પરથી રેડ કરીને નશાકારક પ્રવાહી સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. 4,798 બોટલ સિરપ જેની કિંમત રૂપિયા 7.19 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ પ્રકારની સિરપમાં FSLમાં 7થી 10 ટકા આલ્કોહોલ મળ્યો છે. જ્યારે ગુના માટે 12 ટકાથી ઉપર આલ્કોહોલ હોય તો જ ગુનો નોંધાય છે.
દુઃખની વાત એ છે કે, ગુજરાત પ્રોહિબીશન એક્ટ મુજબ પોલીસ નામજોગ ગુનો નોંધી શકતી નથી. કારણ કે આલ્કોહોલનું પ્રમાણ ચોક્કસ દર્શાવવામાં આવ્યું નથી. જેનો લાભ લઈને કેફી પીણાનો વેપલો કરતા દલાલો અને દુકાનદારો દેશના યુવાધનને બરબાદ કરી રહ્યા છે. જે-તે સમયે પોલીસે ચોક્કસ વ્યક્તિ પાસેથી આયુર્વેદીક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ એ ગુનાને આજે ત્રણ મહિના જેવો સમય વીતી ગયો છતાં પણ FIR નોંધી શકી નથી.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
