PSM100: પ્રમુખ સ્વામી મહારાજના કાર્યોને યાદ કરતા મુસ્લિમ ધર્મગુરૂઓએ પણ લીધી શતાબ્દી મહોત્સવની મુલાકાત

કપરા સમયે ઇદનો તહેવાર આવ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને યાદ કરતા સર્વ ધર્મ સમભાવ રાખતા મસ્જિદ સાફ કરાવવાનું કામ કરાવ્યું હતું તેમજ મુસ્લિમ બિરાદરોને ઇદના દિવસે બુંદીનું મિષ્ટાન્ન પણ જમાડ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 8:43 AM

પ્રમુખ સ્વામી મહારાજ એક એવું વ્યક્તિત્વ કે જેમના હૈયા નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર સમગ્ર માનવજાતના કલ્યાણની ભાવના વસેલી હતી. પ્રમુખ સ્વામીએ આજીવન સર્વ ધર્મ સમભાવને ચરિતાર્થ કરતા કાર્યો કર્યા. આથી જ તેમના શતાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં દરેક ધર્મના લોકો અને ધર્મગુરૂઓ સહભાગી થઇ રહ્યા છે. ત્યારે મુસ્લિમ સમાજના ધર્મગુરૂઓ અને અગ્રણીઓએ પણ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લીધી અને વિવિધ વિભાગોની જાણકારી મેળવી હતી.

મચ્છુ ડેમ હોનારત સમયે મુસ્લિમોને કરાવ્યું હતું ઇદનું ભોજન

જે સમયે ગુજરાતમાં મચ્છુ ડેમ તૂટવાની હોનારત બની હતી અને લાખો લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તે સમયે પૂજય પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ સંસ્થાના સંતો તથા સ્વયંસેવકોને રાહતકાર્યમાં ઉતાર્યા હતા. આ સંતો અને સ્વયંસેવકોએ કમર સુધીનો કાદવ હોય તો પણ લોકોને ગરમ ભોજન પીરસ્યું હતું. સાથે જ મંદિરના હરતા ફરતા દવાખાના દ્વારા બાળકો અને માંદા લોકોને દવાઓ પણ આપવામાં આવતી હતી. આવા કપરા સમયે ઇદનો તહેવાર આવ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને યાદ કરતા સર્વ ધર્મ સમભાવ રાખતા મસ્જિદ સાફ કરાવવાનું કામ કરાવ્યું હતું તેમજ મુસ્લિમ બિરાદરોને ઇદના દિવસે બુંદીનું મિષ્ટાન્ન પણ જમાડ્યું હતું.

ડિસેમ્બર -જાન્યુઆરીમાં થશે કીર્તન આરાધના

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ચાલી રહ્યો છે અને તેમાં વિવિધ આકર્ષણો તેમજ વિવિધ સંદેશ આપતા સંવાદો મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ત્યારે આગામી ડિસેમ્બર તથા જાન્યુઆરીમાં આ વિશેષ કીર્તન આરાધનાનો લાભ ભાવિકો લઈ શકશે. જેમાં બીએપીએસના તાલીમબદ્ધ યુવકો 33 ભારતીય વાદ્ય સાથે ભક્તિ સંગીતની રજૂઆત કરશે.  ડિસેમ્બર માસમાં  23 ડિસેમ્બર, 27ડિસેમ્બર, 30ડિસેમ્બર દરમિયાન આ કીર્તન ભક્તિનો કાર્યક્રમ આયોજિત થશે.

જાન્યુઆરીની આ તારીખમાં યોજાશે કીર્તન આરાધના

  • જાન્યુઆરીમાં આ તારીખોમાં યોજાશે કીર્તન આરાધના
  • 4 જાન્યુઆરી તેમજ 12 જાન્યુઆરી 2023ના રોજ ભક્તિ સંગીતનો કાર્યક્રમ પીરસાશે.

33 ભારતીય વાદ્યો સાથે સંતો યુવકો રજૂ કરશે કીતર્ન આરાધના

આ તારીખો દરમિયાન 33 ભારતીય વાદ્યો સાથે કીતર્ન ભક્તિની રજૂઆત કરવામાં આવશે. જેમાં સિતાર, તંબૂરો, તબલા, હાર્મોનિયમ, માણ, વાંસળી, ઘૂઘરા, શરણાઈ સહિતના વાદ્યો સાથે કીર્તન રજૂ કરવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">