AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSM100 : પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ મુદ્રાઓના થશે દર્શન, જાણો શું છે આ મુદ્રાઓનું મહત્વ

PSM100 : આ મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે.

PSM100 : પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ મુદ્રાઓના થશે દર્શન, જાણો શું છે આ મુદ્રાઓનું મહત્વ
પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ મુદ્રાઓના થશે દર્શન
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2022 | 5:11 PM
Share

અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં દેશભરમાંથી જાણીતી હસ્તીઓએ હાજરી આપી છે. ધર્મ અને આધ્યાત્મકતા સાથે જોડાયેલા સંતો શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી રહ્યા છે. પ્રમુખસ્વામી મહોત્સવ જાણે ધર્મ-ભક્તિ સાથે જીવનના સારનો મહોત્સવ બની રહ્યો છે. પ્રમુખસ્વામી નગરની મુલાકાત દરમિયાન આપને આવનવી અલગ અલગ પ્રકારની મુદ્રાઓના દર્શન થશે. આ વિવિધ મુદ્રાઓ માત્ર કલા-કારીગરીનો નમૂનો જ નહીં, પરંતુ સફળ જીવનના વિવિધ મંત્રોનો પણ સંદેશ આપે છે. પ્રમુખ સ્વામીના જીવનના આદર્શો અને જીવનની સત્ય વાસ્તવિકતાનો સંયોગ એટલે વિશેષ મુદ્રાઓ. ત્યારે મુદ્રાઓ શું આપે છે સંદેશ અને તેનું બાપાના જીવનમાં શું હતું મહત્વ આવો જાણીએ.

અલગ અલગ મુદ્રામાં જીવનના અલગ અલગ મંત્રોનો સંદેશ

  • પત્ર લેખન મુદ્રા – સ્વામીએ જીવનકાળમાં 7.5 લાખ પત્રો લખ્યા હતા, પત્રો દ્વારા બાપા ભક્તોના દુઃખ દૂર કરતા હતા
  • ભક્તિ મુદ્રા – પ્રમુખસ્વામીનું સંપૂર્ણ જીવન ભક્તિમાં પસાર થયું, સંકટ સમયે ભક્તિ-ભજન દ્વારા મનને શાંત કરવું
  • માળા મુદ્રા – પ્રમુખ સ્વામીના હાથમાં હંમેશા માળા રહેતી, માળાથી મનુષ્ય ધર્મ-ભક્તિના માર્ગે રહે છે
  • ઉપદેશ મુદ્રા – બાપા હંમેશા ભક્તો શાંતિનો સંદેશ આપતા, જીવનમાં શાંતિના માર્ગે પ્રગતિનો પથ મળે છે
  • પૂજા-પાઠ મુદ્રા – બાપાના દિવસના પ્રારંભ પૂજા-પાઠથી થતો, પૂજા-પાઠની મુદ્રા દ્વારા ધર્મ-ભક્તિનો સંદેશ
  • કળશ મુદ્રા – હિંદુ ધર્મમાં શુભકાર્યો પહેલા કળશની પૂજાનું મહત્વ, કળશ દ્વારા ભગવાનમાં મન પરોવવાનો સંદેશ
  • હસ્ત મુદ્રા – બાપા હંમેશા સમાજની સેવામાં અગ્રેસર રહેતા, અન્યની સેવામાં હાથ લંબાવવો અને તત્પર રહેવું
  • દર્શન મુદ્રા – બાપાના હાથ હંમેશા દર્શનાર્થે જોડાયેલા રહેતા, દર્શન મુદ્રા પ્રાર્થના અને ભક્તિનું અવિભાજ્ય અંગ છે

આ મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, શ્રી નરસિંહ મહેતા, શ્રી મીરાંબાઈ તેમજ શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની આ 28 પ્રતિકૃતિઓ સૌને પવિત્ર પ્રેરણાઓ આપશે.

g clip-path="url(#clip0_868_265)">