પાલનપુર ડીસા હાઈવે પર રસાણા નજીક કેનાલની દિવાલ તૂટતા અકસ્માતનો ભય, જુઓ વીડિયો
દાંતીવાડાથી પાટણ જતી કેનાલની પ્રોટેક્શન દિવાલ તૂટી જવા પામી છે. પાલનપુર ડીસા હાઈવે પર રસાણા નજીક કેનાલની આ દિવાલ તૂટી ગઈ છે, જેને લઈ અકસ્માતનો ભય સર્જાયો છે. પાલનપુર ડીસા હાઈવે પરથી અનેક વાહનો પસાર થતા હોય છે અને જેને લઈ અકસ્માતનો ભય સર્જાયો છે. દિવાલનુ સમારકામ હાથ ધરવુ જરુરી છે. જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય ટાળી શકાય.
પાલનપુર ડીસા હાઈવે પર કેનાલને લઈ અકસ્માતનુ જાખમ સર્જાયુ છે. રસાણા નજીકથી દાંતીવાડા પાટણ કેનાલ પસાર થાય છે. આ કેનાલની પ્રોકેટ્શન વોલ તૂટી જવાને લઈ અરસ્માતનો ભય સર્જાયો છે. દિવાલ તૂટી જવા બાદ તેનુ સમારકામ હાથ ધરાયુ નથી અને જેને લઈ અકસ્માત સર્જાય એવો ભય સર્જાયો છે.
આ પણ વાંચોઃ સાબરમતી નદીનો સાદોલિયા બ્રિજ હિંડોળા બ્રિજ તરીકે ઓળખાવા લાગ્યો! તોળાઈ રહ્યુ છે જોખમ
હાઈવે પરથી દરરોજ મોટીં સંખ્યામાં વાહનો પસાર થાય છે. જ્યાં પ્રોટેક્શન વોલ તૂટેલી હોવાને લઈ અકસ્માતના ભયને ટાળવા માટે દિવાલનુ સમારકામ કરવુ જરુરી બન્યુ છે. અગાઉ અહીં 6 પશુઓ કેનાલમાં પડતા મોતને ભેટ્યા હતા. દિવાલને તૂટવાને લઈ અહીંથી પસાર થતી ટેલીફોન લાઈન પણ તૂટી ચૂકી છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 15, 2023 03:30 PM