રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો, વિશાળ જનમેદની ઉમટી
આ રોડ શોમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેનું PM મોદીએ અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો માટે ખાસ ભગવા થીમ તૈયાર કરવામાં આવી હતી. PM મોદીના રોડ શોમાં 10 હજાર લોકો સામેલ થયા હોવાનું અનુમાન છે. રોડ શોના રૂટમાં 21 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યને પ્રથમ એઈમ્સ હોસ્પિટલની ભેટ આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં રોડ શો યોજ્યો હતો. રાજકોટની મુલાકાતે પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ જૂના એરપોર્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી 800 મીટરનો રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેનું PM મોદીએ અભિવાદન ઝીલ્યું હતું.
રોડ શો માટે ખાસ ભગવા થીમ તૈયાર કરવામાં આવી હતી. PM મોદીના રોડ શોમાં 10 હજાર લોકો સામેલ થયા હોવાનું અનુમાન છે. રોડ શોના રૂટમાં 21 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. PM મોદીના રોડ શોને ભવ્ય બનાવવા તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો સુદર્શન સેતુનું લોકાર્પણ ભગવાને મારા ભાગ્યમાં લખ્યું હતું – PM મોદી
Latest Videos