Amreli: પીપાવાવ પોર્ટ પર એક સાથે 5 સાવજો બિંદાસ લટાર મારતા જોવા મળ્યા, જુઓ Video
સિંહ પરિવાર જંગલમાંથી પીપાવાવ પોર્ટના રેલ્વે યાર્ડ આસપાસ ફરી રહ્યો હતો તે દરમિયાન એક યુવકે તેમનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. મહત્ત્વનું છે કે, થોડાક દિવસ પહેલા પીપાવાવ પોર્ટ નજીક એક પોર્ટના જ કર્મચારી પર સિંહે હુમલો કર્યો હતો અને ગંભીર ઇજા પહોંચાડી હતી.
વન્યજીવો દિવસેને દિવસે માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા હોવાની ઘટના વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે રહેણાક વિસ્તાર બાદ હવે ઉદ્યોગ ઝોનમાં પણ વનરાજના આંટાફેરા વધી ગયા છે. અમરેલી પીપાવાવ પોર્ટમાં રાત્રિના સમયે સિંહ પરિવારની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. રેલવે યાર્ડ પાસે 5 સિંહ નિશ્ચિત થઇને વિચરતા જોવા મળ્યા છે.
આ પણ વાંચો : પ્રતાપ દુધાત અને બાગેશ્વર ધામના અનુયાયીની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, જુઓ Video
મહત્વપૂર્ણ છે કે પીપાવાવ ઉદ્યોગ ઝોન આસપાસ સિંહોનો વસવાટ વધતા સ્થાનિકો ચિંતિત જોવા મળી રહ્યા છે. સ્થાનિકોએ આ સમગ્ર વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. જાણે જંગલ હોય તેવી રીતે લટાર મારતા સિંહ જોવા મળ્યા છે. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. અમરેલી વિસ્તારનો આ વીડિયો છે. જેમાં પીપવાવ પોર્ટમાં રાત્રિ દરમ્યાન 5 સિંહ ફરતા દેખાઈ રહ્યા છે. દરિયાકાંઠો બારેમાસ ઠંડો વિસ્તાર રહેતો હોવાના કારણે વાતાવરણ સિંહ અને માફક આવી ગયું છે અને એમનો વસવાટ વધી રહ્યો છે. સિંહ સામાન્ય રીતે હુમલો કરવાની કોશિશ ક્યારેક ભાગ્યે જ કરે છે તેવું જોવા મળતું હોય છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો