Rath yatra 2023: જગન્નાથજીની રથયાત્રામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા નજર રાખવા કેવી કરાઈ તૈયારીઓ? જુઓ Exclusive Video
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથ યાત્રામાં 3D મેપિંગ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિઆલિટી ડ્રોન મેપિંગથી વોચ રાખવામાં આવશે. 22 કિલોમીટરની રથયાત્રાનાં રૂટનો અભ્યાસ કરી 3D મેપિંગ તૈયાર કરાયુ.
ગુજરાતમાં પહેલીવાર અમદાવાદ જગન્નાથજીની ઐતિહાસિક અને ભવ્ય 145મી રથયાત્રા હાઇટેક થવા જઇ રહી છે. જેમાં 3D મેપિંગ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિઆલિટી ડ્રોન મેપિંગથી વોચ રાખવામાં આવશે. 22 કિલોમીટરની રથયાત્રાના રૂટનો અભ્યાસ કરી 3D મેપિંગ તૈયાર કરાયુ છે. સાયબર ક્રાઇમ બ્રાંચ અને અનંત યુનિવર્સિટીનાં સંયુક્ત પ્રયાસથી રૂટનું 3D મેપિંગ કરાયુ છે.
આ પણ વાંચો : પ્રથમ વખત હાઇટેક રીતે યોજાશે જગન્નાથજીની રથયાત્રા, 22 KM રૂટનો અભ્યાસ કરી તૈયાર કરાયુ 3D મેપિંગ, જુઓ Video
સમગ્ર રથ યાત્રા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોનમેપિંગથી નજર રખાશે. રથયાત્રાના રૂટ પર ફેસ ડિટેક્શન અને અન્ય તૈયારીઓ સાથે પોલીસ સજ્જ રહેશે. ક્રાઉડ કાઉન્ટર અને લેઝર ટેક્નોલોજી સાથે રૂટ પર સુરક્ષાની તૈયારી કરાઈ છે. રથયાત્રાના રૂટ પર લાઇવ વોચ સાથે સુરક્ષા વધુ મજબૂત બનાવાશે. અલગ અલગ ટેકનોલોજીનો સમન્વય કરી આ સમગ્ર પ્રોગ્રામ તૈયાર કરાયો છે. આ રથ યાત્રાના અગાઉ જ સમગ્ર શહેરનો ડ્રોન દ્વારા એરિયલ વ્યૂ લઈ લેવામાં આવ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
