Dhirendra Shastri: બાબા બાગેશ્વરના કાર્યક્રમને મળ્યું કાજલ હિન્દુસ્તાનીનું સમર્થન, કહ્યું અમદાવાદમાં હું બાબાને મળીને આશીર્વાદ લઇશ, જુઓ Video

બાબા બાગેશ્વરને કાજલ હિન્દુસ્તાનીનું સમર્થન મળ્યું છે. કચ્છમાં યોજાયેલા પાટીદાર મહિલા સંઘની હતી શિબિરમાં કાજલ હિંદુસ્તાનીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું અમદાવાદમાં બાબાના કાર્યક્રમ સ્થળે તેમણે મળી હું આશીર્વાદ લઇશ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 7:14 PM

બાબા બાગેશ્વરના સમર્થનમાં કાજલ હિન્દુસ્તાની આવ્યા છે. કચ્છમાં કડવા પાટીદાર મહિલા સંઘની શિબિરમાં હાજર રહેલા કાજલે કહ્યું કે બાબા બાગેશ્વરને મારું ખુલ્લુ સમર્થન છે. અમદાવાદમાં હું બાબાને મળવા જઇશ અને જેહાદીઓ સામે લડવા માટે બાબાના આશીર્વાદ મેળવીશ. કાજલ હિંદુસ્તાની સમગ્ર ગુજરાતમાં ફરી મહિલાઓને જાગૃત કરવા તેમજ લવ જેહાદ મુદ્દે લોકોને અવેર કરવા કામગીરી કરી રહ્યા છે, ત્યારે આ દરમ્યાન વધુમાં કાજલે કહ્યું કે લવ જેહાદની ઘટના અને દીકરીઓની સુરક્ષા માટે હું હંમેશા લડતી રહીશ.

કાજલ હિંદુસ્તાની કચ્છમાં કડવા પાટીદાર મહિલા સંઘની શિબિરમાં હાજર રહ્યા હતા

ગુજરાતમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા વિરોધનો વંટોળ શરૂ થયો છે. કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે તો કેટલાક લોકો બાબાને ખુલ્લુ સમર્થન આપી રહ્યાં છે. ત્યારે હવે આ વિરોધની વચ્ચે બાબા બાગેશ્વરના સમર્થનમાં કાજલ હિન્દુસ્તાની આવ્યાં છે. આજે કાજલ હિંદુસ્તાની કચ્છમાં કડવા પાટીદાર મહિલા સંઘની શિબિરમાં હાજર રહ્યા હતા જે દરમ્યાન કાજલે કહ્યું કે બાબા બાગેશ્વરને મારું ખુલ્લુ સમર્થન છે. જે સ્થળે બાબાનો અમદાવાદમાં કાર્યક્ર્મ થવાનો છે ત્યાં હું બાબાને મળવા જઇશે. અને જેહાદીઓ સામે લડવા માટે બાબાના આશીર્વાદ મેળવીશ. વધુમાં કાજલે કહ્યું કે લવ જેહાદની ઘટના અને દીકરીઓની સુરક્ષા માટે હું હંમેશા લડતી રહીશ.

આ પણ વાંચો : બાગેશ્વર સરકાર પર પટના પોલીસે કરી કાર્યવાહી, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કર્યો 1000 રૂપિયાનો દંડ

ગુજરાતમાં બાબા બાગેશ્વરના ગુજરાત આગમન પહેલા જ રાજકારણ ગરમાયું છે. જેની વચ્ચે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતા કે બાબા બાગેશ્વર ભાજપનું માર્કેટિંગ કરી રહ્યા છે. ભાજપે ધર્મના નામે રાજકીય લાભ ખાટવાનું બંધ કરવું જોઇએ. સુરતના એક કાર્યક્રમમાં હાજર રહેલા શંકરસિંહ વાઘેલાએ બાબા પર પ્રહાર કરીને ચમત્કારના નામે થતાં નાટકો બંધ કરવાની સલાહ આપી છે. તો ભાજપને ધર્મના નામે રાજકીય લાભ ખાટવાનું બંધ કરવાની સલાહ આપી છે.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">