ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધનની શક્યતા વચ્ચે ફૈસલ પટેલે રાહુલ ગાંધીને સંબોધીને કર્યુ ટ્વીટ- જુઓ વીડિયો

|

Feb 23, 2024 | 10:16 PM

ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધનની શક્યતા વચ્ચે ફૈસલ પટેલે રાહુલ ગાંધીને સંબોધીને ટ્વીટ કર્યુ છે. ફૈસલ પટેલ ભરૂચ લોકસભા બેઠકને માટે પહેલેથી દાવેદારી કરી રહ્યા છે. જ્યારે આપ પાર્ટીએ ત્યાંથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે.

લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા જ કોંગ્રેસમાં મહારાષ્ટ્રથી લઈ ગુજરાત સુધી પક્ષના સભ્યોમાં નારાજગીની ખબરો છે. જે નેતાઓનો કોંગ્રેસમાં પહેલા દબદબો હતો તેમના પરિવારની નવી પેઢી હાઈકમાનને તેવર બતાવતી જોવા મળી રહી છે.  ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક ‘આપ’ પાર્ટીને આપવાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા સ્વ. અહેમદ પટેલના પરિવારમાં રોષની સ્થિતિ છે.

પરિવારના બંને ભાઈબહેનનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. ફૈસલ પટેલના નિવેદનથી રાજનીતિ ગરમાઈ છે. ફૈસલ પટેલે ભરૂચ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ફૈસલે રાહુલ ગાંધીને સંબોધીને ટ્વીટ કર્યુ છે કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઉતરીશ.

આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ -AAP ગઠબંધન વચ્ચે ત્રણ બેઠકો માટે સધાઈ સહમતી, ભરૂચ બેઠક પર ફસાયો પેંચ, ખેંચતાણ યથાવત

ભરૂચ લોકસભા બેઠક પર ભાઈ-બહેન બંને દાવેદારી કરી રહ્યા છે. જ્યારે આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે. આ તરફ મુમતાઝ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યુ કે હું અહેમદ પટેલની પુત્રી છુ. ભાજપમાં નહીં જાઉ. પરંતુ જો ભરૂચ સીટ કોંગ્રેસને નહીં મળે તો તે મારા માટે ઘણુ દુ:ખદ હશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:04 pm, Fri, 23 February 24

Next Video