Porbandar Video : 80 તોલા સોનાના દાગીના પહેરી અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ મહેર સમાજની મહિલાઓ રાસ રમી
પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે. પાંચમા નોરતે લાખો રૂપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત વેશભૂષામાં મહેર સમાજની મહિલાઓએ 80 તોલાના દાગીના પહેરી રાસ લીધો હતો.નાની બાળકીઓથી લઈને તમામ મહિલાઓએ પરંપરાગત વેષભુષા સાથે માતાના ગરબા લીધા હતા.
Porbandar : શેરી અને કેટલીક ખાનગી ગરબીઓને બાદ કરતા નવરાત્રિના તહેવારમાં આજે પ્રાચીન ગરબાઓ ભાગ્યે જ કોઈ જગ્યાએ મળે છે. ત્યારે પોરંબદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે. પાંચમા નોરતે લાખો રૂપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.
પરંપરાગત વેશભૂષામાં મહેર સમાજની મહિલાઓએ 80 તોલાના દાગીના પહેરી રાસ લીધો હતો.નાની બાળકીઓથી લઈને તમામ મહિલાઓએ પરંપરાગત વેષભુષા સાથે માતાના ગરબા લીધા હતા.ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા છેલ્લા 24 વર્ષથી ચોપાટી મેદાન પર મહેર સમાજના લોકો માટે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ મણિયારો રાસ સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત હોવાથી મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડયા હતા.
આ પણ વાંચો : Porbandar Video : રાજાશાહી વખતની કોર્ટ જર્જરિત, સરકારે જૂની કોર્ટની ઇમારતને બંધ કરવાનો કર્યો નિર્ણય
મહિલાઓ સાથે યુવાનોએ પણ મણિયારો રાસ રમી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.પુરૂષોએ સફેદ આંગણી,ચોરણી, પાઘડી અને ખેસ પહેરીને ભાતીગળ રાસ રમતા જોવા મળ્યા હતા.આજના આધુનિક યુગમાં જ્યારે ખેલૈયાઓ ફિલ્મી ગીતો કે પછી નવા નવા ડાન્સ સ્ટેપ સાથે ગરબે રમે છે. મહેર સમાજે આજે પણ પોતાનો વારસો જાળવી રાખ્યો છે. ત્યારે આ ગરબીને જોઈને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે.
