પોરબંદર ફાયર વિભાગમાં લંગડા ઘોડા ! ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયેલા વાહનોનો કરાય છે ઉપયોગ, જુઓ Video
પોરબંદરમાં દિવાળીનો તહેવાર જામ્યો છે. નાની શેરીઓથી લઈ સોસાયટીમાં ફટાકડા ફોડીને ઉજવણી થઈ રહી છે. તેવામાં ફાયર વિભાગની ચિંતાજનક પરિસ્થિતિ સુરક્ષાને લઈ ખૂબ મોટો પ્રશ્ન ઉભો કરે છે.
પોરબંદરમાં દિવાળીનો તહેવાર જામ્યો છે. નાની શેરીઓથી લઈ સોસાયટીમાં ફટાકડા ફોડીને ઉજવણી થઈ રહી છે. તેવામાં ફાયર વિભાગની ચિંતાજનક પરિસ્થિતિ સુરક્ષાને લઈ ખૂબ મોટો પ્રશ્ન ઉભો કરે છે.આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ફાયર વિભાગની બે ગાડીઓ લંગડા ઘોડા સમાન બની ગઈ છે. કારણ કે બન્નેની ફિટનેસ પૂર્ણ થઈ અને સક્ષમ નથી છતાં હજુ પણ ઉપયોગમાં લેવાઈ રહી છે.
સ્ક્રેપમાં નાંખવાની જગ્યાએ ફાયર વિભાગ હજુ વાહનો વાપરી રહી છે. આ બેદરકારી મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. બન્ને વાહનના ફિટનેસ સર્ટિફિકેટ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થઈ ગયા છે. એક્સપાયર થયા બાદ પણ તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
ફાયરના એક્સપાયર વાહનો ફટાકડા બજારમાં !
સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો ફટાકડા બજારમાં ઉભેલા ફાયર વાનના છે. જેની અવધિ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છતાં ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. એટલું જ નહીં ઉચ્ચ અધિકારીઓએ પણ વાહનોને ઉપયોગ ન કરવા સૂચના આપી છે છતાં કોઈ ફેર નથી. પોરબંદર મનપાનું ફાયર ઉપર કોઈપણ પ્રકારનું ધ્યાન ન હોય તે પ્રકારે દ્રશ્યો લોકોના જીવ જોખમમાં મુકાય તેવો ઘાટ સર્જાયો છે. આવનારા દિવસોમાં જો કોઈ આવી મોટી ઘટના બનશે તો આનો જવાબદાર કોણ છે તે એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે.
