Vadodara Rain : શિનોરના દિવેરથી મઢી તરફ જવાનું નાળુ તૂટ્યું, વાહન વ્યવહાર બંધ, 4થી વધારે ગામ સંપર્ક વિહોણા, જુઓ Video

Vadodara Rain : શિનોરના દિવેરથી મઢી તરફ જવાનું નાળુ તૂટ્યું, વાહન વ્યવહાર બંધ, 4થી વધારે ગામ સંપર્ક વિહોણા, જુઓ Video

| Edited By: | Updated on: Jul 25, 2024 | 11:32 AM

વડોદરાના શિનોરના દિવેરથી મઢી તરફનું જવાનું નાળુ તૂટ્યું છે. ધોધમાર વરસાદ ખાબકતા નાળાનો એક મોટો ભાગ બેસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નાળુ તૂટતા વાહન વ્યવહાર બંધ કરાયો છે.

વડોદરામાં ગઈ કાલથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે.વડોદરાના શિનોરના દિવેરથી મઢી તરફનું જવાનું નાળુ તૂટ્યું છે. ધોધમાર વરસાદ ખાબકતા નાળાનો એક મોટો ભાગ બેસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નાળુ તૂટતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. જેના પગલે લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે.

4થી વધારે ગામ થયા સંપર્ક વિહોણા

બીજી તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદી અને પ્રતાપ સરોવરમાં પાણી છોડાતા હાલાકી થઈ રહી છે. સાવલીના પીલોલ સહિત 5 ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વિશ્વામિત્રી નદીમાં આજવાનું પાણી છોડાતા પાણી ફરી વળ્યા છે.જેના પગલે મોટાપુરા, કલ્યાણપુરા, નાનાપરા અને દરજીપુરા ગામ સંપર્ક વિહોણા થયા છે. જો કે ગામના રસ્તા પર પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા છે.