બનાસકાંઠાઃ ડીસાના ભીલડીમાંથી 1090 બોટલ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો, 2 સામે કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભીલડીમાંથી શંકાસ્પદ નશાકારક સિરપ ઝડપાઈ આવ્યુ છે. લાયસન્સ વિના જ આ પ્રકારની સિરપનુ વેચાણ કરવામાં આવી રહ્યુ હોવાને લઈ સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો અને જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. એક પાર્લરના 1100 જેટલી બોટલો હાથ લાગતા પોલીસે તેને જપ્ત કરીને તપાસ શરુ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ નશાકારક સિરપને વેચાણ થતુ હોવાની બાતમી મળવાને લઈ પોલીસે કાર્યવાહી કરી છે. ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અંજની પાર્લરના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવતા જ્યાંથી આ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નશાકારક સિરપની બોટલોને જપ્ત કરીને તપાસ શરુ કરી છે.
ભીલડી પોલીસ દ્વારા 1090 જેટલી કફ સિરપના જથ્થાને ઝડપી લીધો હતો અને જેને લઈ હવે તપાસ શરુ કરવામાં આવી છે કે, આ સિરપનુ વેચાણ કોને અને કેવી રીતે કરવામાં આવી રહ્યુ હતુ. પોલીસને મળેલી જાણકારી અનુસાર સિરપને કોઈ પણ જાતના આધાર પુરાવા વિના જ વેચાણ કરવામાં આવતુ હતુ. તેમજ વેચાણ કરવા માટે પરવાનો પણ નહોતો. પોલીસે બે શખ્સો સામે કાર્યવાહી કરી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાની ક્રિકેટર કૂલી નંબર-1, ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉતરતા જ સામાન ટ્રકમાં ભરવો પડ્યો
