વસ્તી વધારા અંગે પંચાલ સમાજને પાટીદાર સમાજનું સમર્થન. વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે કહ્યું, દ્વિતીય સંતાન આવે તો પરિવારનું સન્માન કરવું જોઈએ. ‘સિંગલ ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’નો ક્રેઝ ખતરનાક છે. એક સંતાનના કારણે અનેક સામાજિક સમસ્યાઓ સર્જાય છે. આધુનિકતાના નામે હિન્દુ સમાજમાં ખોટા ટ્રેન્ડ ઘૂસ્યા છે. થોડા દિવસ પહેલા મહેસાણામાં વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશને સંમેલન યોજ્યુ હતું. જેમાં જાહેરાત કરાઈ હતી કે, પંચાલ સમાજમાં જે દંપતી બીજું સંતાન લાવશે. તેમને મળશે 25 હજારનો ચેક અપાશે. પંચાલ સમાજનું માનવું છે કે, એક બાળકની માનસિકતા સમાજની વસતી ઘટાડી રહી છે. પંચાલ સમાજમાં 50 ટકા દંપતીઓ એક જ સંતાન ધરાવે છે. ત્યારે આ ઘટતી વસતીને લાલબત્તી ગણાવતા સમાજ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. જેને હવે, પાટીદાર સમાજનું પણ સમર્થન મળ્યું છે.