અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્લીના પૂર્વ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની રિવિઝન અરજીઓ નામંજૂર કરી હતી. જેની સામે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અપીલમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો. જેને 13 જાન્યુઆરીએ જાહેર કરતા બંનેની અરજીઓ નકારી નાખી છે. મૂળ આ કેસમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે 2023માં કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં રાહત માંગી હતી.જો કે હવે હાઈકોર્ટના ચુકાદા બાદ ટ્રાયલ આગળ વધવાનો માર્ગ મોકળો બનશે.