સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો. 1 કિલો ચાંદી 2 લાખ 70 હજાર રૂપિયાની રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી. તો સોનાનો ભાવ 1 હજારના વધારા સાથે 1 લાખ 45 હજાર પર પહોંચ્યો. વૈશ્વિક પરિસ્થિતિને લીધે સોના ચાંદીના ભાવ વધ્યા. સોના-ચાંદીના ભાવ હવે મધ્યમવર્ગના હાથમાં સરી રહ્યા છે. સતત વધતા ભાવ લગ્નસરાની સિઝનને અસર કરી શકે છે. ચાંદીની માગમાં હાલ તેજી છે, જે આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ચાંદી આગામી 1 વર્ષમાં 3 લાખ સુધી પહોંચી શકે છે. સોનાની વાત કરીએ તો એની માગમાં પણ તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આવતા વર્ષ સુધીમાં સોનું 10 ગ્રામદીઠ 1.50 લાખ રૂપિયાને પાર કરી શકે છે.