સુરતમાં હીરા દલાલી કરતા એક વ્યક્તિના ખિસ્સામાંથી 7મી તારીખે 10 ગ્રામની સોનાની લગડી પડી ગઈ.. સોનાની લગડી મળ્યા બાદ કોઈ પરત કરશે, તેવું લાગતું ન હતું.. પણ શોધખોળ ચાલુ હતું, ત્યારે તેમને એક ઝેરોક્ષ દેખાઈ. જેમાં ફોન નંબર સાથે સૂચના હતી કે, કોઈની વસ્તુ ખોવાઈ હોય તો સંપર્ક કરો. નંબર જોડ્યો તો સામે મળ્યા પ્રમાણિકતાનો દાખલો બનેલા ડાયાભાઈ વાઘાણી. જેમને લગડી મળી હતી, અને ત્યાર બાદ મૂળ માલિક સુધી પહોંચવા 20 પોસ્ટર લગાવ્યા હતા. હીરા દલાલે મૂળ માલિક સુધી દોઢ લાખથી વધુની કિંમતની લગડી પહોંચાડી. ડાયમંડ એસોસિએશનની હાજરીમાં પરત કરી. મંદી અને આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં લોકો લાલચમાં નથી આવતા, તે જ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.