વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કર્યું, કહ્યુ- મહામારી અને યુદ્ધ છતા ભારત ‘ગ્લોબલ બ્રાઈટ સ્પોટ’
વડાપ્રધાને કહ્યું કે, અમારું લક્ષ્ય દેશમાં નંબર-1 ઈલેક્ટ્રોનિક વાહનનું ઉત્પાદન કરવાનું છે અને અમારી પાસે ઈલેક્ટ્રોનિક વાહન નીતિ પણ છે જે રોકાણકારોને અનુકૂળ છે. 21મી સદીના વિશ્વનું ભવિષ્ય નક્કી કરવામાં ઉર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કર્ણાટક પહોંચ્યા હતા. તેમણે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં ઈન્ડિયન ઓઈલ દ્વારા વિકસિત સોલાર કૂકિંગ સિસ્ટમના ટ્વીન-કુકટોપ મોડલનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષ રિન્યુએબલ એનર્જી, હાઇડ્રોજન અને એમોનિયા સહિત ઊર્જાના નવા અવતારના ઉત્પાદન માટે દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાને કહ્યું કે મહામારી અને યુદ્ધ છતાં ભારત એક ‘ગ્લોબલ બ્રાઈટ સ્પોટ’ રહ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે, અમારું લક્ષ્ય દેશમાં નંબર-1 ઈલેક્ટ્રોનિક વાહનનું ઉત્પાદન કરવાનું છે અને અમારી પાસે ઈલેક્ટ્રોનિક વાહન નીતિ પણ છે જે રોકાણકારોને અનુકૂળ છે. 21મી સદીના વિશ્વનું ભવિષ્ય નક્કી કરવામાં ઉર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા છે. આજે ઉર્જા સંક્રમણમાં, ઊર્જાના નવા સ્ત્રોતોના વિકાસમાં ભારત વિશ્વના સૌથી મજબૂત અવાજોમાંનો એક છે. ભારતમાં ઉર્જા ક્ષેત્ર માટે અભૂતપૂર્વ શક્યતાઓ ઊભી થઈ રહી છે, જે વિકસિત બનવાનો સંકલ્પ લઈ રહ્યો છે.
બેંગલુરુ ટેકનોલોજી, પ્રતિભા અને ઊર્જાથી ભરપૂર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદીએ બેંગલુરુને ટેકનોલોજી, પ્રતિભા અને નવીનતાની ઉર્જાથી ભરેલું શહેર ગણાવ્યું છે. પીએમે કહ્યું કે મારી જેમ તમે પણ અહીં યુવા ઉર્જાનો અનુભવ કરશો. ભારતના G-20 પ્રેસિડેન્સી કેલેન્ડરની આ પ્રથમ મોટી ઉર્જા ઇવેન્ટ છે. તેમણે કહ્યું કે IMF દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણ દર્શાવે છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે.
તુર્કીમાં ભૂકંપ પર મદદની ખાતરી
PM નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સોમવારે તુર્કીમાં આવેલા તીવ્ર ભૂકંપનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આ સમયે આપણે બધા તુર્કીમાં આવેલા ભૂકંપ પર નજર રાખી રહ્યા છીએ. ઘણા લોકોના મોત અને ઘણું નુકસાન થવાના અહેવાલો પણ છે. આ સાથે તુર્કીની આસપાસના દેશોમાં પણ નુકસાન થવાની આશંકા છે. પીએમએ કહ્યું કે ભારત ભૂકંપ પીડિતોને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે.
દેશના કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ કહ્યું કે, આગામી ચાર-પાંચ વર્ષમાં ભારતનું ગેસ પાઈપલાઈન નેટવર્ક હાલના 22,000 કિલોમીટરથી 35,000 કિલોમીટર સુધી પહોંચી જશે. ભારત વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી ક્રૂડ ઓઈલ રિફાઈનિંગ ક્ષમતા ધરાવે છે. કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને મધ્યમ વર્ગની શ્રેણીમાં આવ્યા. ભારત પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે.