હીનાએ આસ્થા ટીમને કહ્યું હતું ‘પ્રેમીથી મને સલામતી લાગતી નથી’, હીના હત્યા કેસમાં ચોંકાવનારો ભૂતકાળ સામે આવ્યો

હીના હત્યા કેસમાં વધુ એક ખુલાસો એ પણ થયો છે કે સચિનના પ્રેમ પ્રકરણથી તેનો પરિવાર વાકેફ હતો. ત્યારે એ પણ જાણવા મળ્યું છે કે હીનાએ જીવન આસ્થામાં ફોન કરીને સલાહ માંગી હતી.

હીના હત્યા કેસમાં એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. પ્રેમી સચિન દિક્ષિતે હીનાની હત્યા કરી હતી ત્યારે તેમના જુના સંબંધોને લઈને ઘટસ્ફોટ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર પતિ અને પ્રેમી વચ્ચે ફસાયેલી હિનાએ જીવન આસ્થાની ટીમની મદદ પણ લીધી હતી. આ ખુલાસો ગાંધીનગર પોલીસની તપાસમાં થયો છે. હીનાની હત્યા અને બાળકને તરછોડવાના કેસની તપાસમાં નવો ખુલાસો થયો છે કે સચિનની પ્રેમિકા હિનાએ 1 નવેમ્બર 2019 ના રોજ જીવન આસ્થા હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. તે સમયે હીનાના લગ્ન થયેલા હતા. ત્યારે 54 મિનિટ ચાલેલા ફોનમાં જીવન આસ્થાની ટીમના સભ્યએ હિનાને પ્રેમીને છોડીને પતિનો હાથ પકડવાની સલાહ આપી હતી. જીવન આસ્થાના રેકોર્ડમાં સંપૂર્ણ વાત બહાર આવી છે. જેમાં લખ્યું છે કે એક પણ તમે તમારા બોયફ્રેન્ડ પાસે પાછું ન જવું જોઈએ. અને પતિ સાથે સંબંધ સુધારવા જોઈએ. પરંતુ હાલત પરથી ખ્યાલ આવે છે કે હીનાએ આસ્થા ટીમની વાત ન માની. હેલ્પ લાઈનની વાતમાં હીનાએ કહ્યું હતું કે પ્રેમી સચિન ઉત્તર પ્રદેશથી છે અને મને સલામતી લાગતી નથી. એ સમયે તેને પ્રેમીથી દુર રહેવાની સલાહ આપવામાં આવી હતી.

તો આ કેસમાં વધુ એક ખુલાસો એ પણ થયો છે કે સચિનના પ્રેમ પ્રકરણથી તેનો પરિવાર વાકેફ હતો. અને પરિવારને તેના પ્રેમ પ્રકરણની રજેરજની માહિતી હતી. હીનાએ શાહિબાગ પોલીસ મથકે સચિન દિક્ષિત વિરુદ્ધ આપેલી એક અરજીમાં આનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં જણાવ્યા અનુસાર સચિને પ્રેમિકાને લગ્નની સાથે કેનેડા લઇ જવાની લાલચ આપી હતી. સાથે જ હિનાને 30 લાખ રૂપિયા આપીશ એટલે છૂટાછેડા આપી દેશે તેવી પણ પ્રેમિકાને લાલચ આપ્યાનો ખુલાસો થયો છે. બાદમાં બંનેના મા-બાપે ભેગા થઇને સમજૂતી કરી હતી.

 

આ પણ વાંચો: Porbandar : નિરમા કેમિકલ્સ ફેક્ટરીમાં મોતનો મામલો, કંપનીના એમડી અને વાઇસ પ્રેસિડેન્ટની પૂછપરછ માટે અટકાયત

આ પણ વાંચો: ગરીબોની બેલી બનતી ભૂપેન્દ્ર પટેલ સરકાર, અંબાજીમાં આવાસ વિહોણા ૩૩ લાભાર્થીઓને દુર્ગાષ્ટમીએ સરકારની ભેટ

Click on your DTH Provider to Add TV9 Gujarati