ગરીબોની બેલી બનતી ભૂપેન્દ્ર પટેલ સરકાર, અંબાજીમાં આવાસ વિહોણા ૩૩ લાભાર્થીઓને દુર્ગાષ્ટમીએ સરકારની ભેટ

આ અન્વયે ૩૩ લાભાર્થીઓને દરેકને ૮૦ ચો. મીટરના પ્લોટની સનદ મુખ્યમંત્રીએ લાભાર્થીઓને વિતરીત કરી હતી. જેમાં મકાન સહાયની કુલ ૪૦ લાખની રકમ પણ લાભાર્થીઓને અર્પણ કરી ઘરના ઘરનું સપનું મુખ્યમંત્રી દ્વારા સાકાર કરાવવામાં આવ્યું છે.

વિચરતી વિમુક્ત જાતિના આવાસ વિહોણા ૩૩ લાભાર્થીઓને નવરાત્રિની અષ્ટમીએ આદ્યશક્તિ ધામ અંબાજીમાં મળ્યા વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવલી નવરાત્રિની ભેટ આપવામાં આવી છે. જેમાં અંબાજી ગબ્બરના તળેટીમાં કામ ચલાઉ કાચા આવાસના ભરથરી પરિવારોને આ ભેટ આપવામાં આવી છે. સૌને માટે ૨૦૨૨ સુધીમાં આવાસનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગવી સંવેદના દાખવી છે. મુખ્ય મંત્રીની સૂચનાનો ત્વરિત અમલ કરી,માત્ર પાંચ જ દિવસમાં રાજ્ય સરકારે વિચરતી વિમુક્ત જાતિના ભરથરી લાભાર્થીઓને વિનામૂલ્યે આવાસ પ્લોટ મંજુર કરી કહેવું તે કરવુંની નેમ સાકાર કરી હતી.

આ અન્વયે ૩૩ લાભાર્થીઓને દરેકને ૮૦ ચો. મીટરના પ્લોટની સનદ મુખ્યમંત્રીએ લાભાર્થીઓને વિતરીત કરી હતી. જેમાં મકાન સહાયની કુલ ૪૦ લાખની રકમ પણ લાભાર્થીઓને અર્પણ કરી ઘરના ઘરનું સપનું મુખ્યમંત્રી દ્વારા સાકાર કરાવવામાં આવ્યું છે. બનાસકાંઠાના આવાસ વિનાના ૩૩ ભરથરી લાભાર્થી પરિવારને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મળ્યું કાયમી આવાસ સરનામું. છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્યના વિચરતી વિમુક્ત જાતિના ૨૧૨૬૪ લાભાર્થીઓને ૯૨.૩૫ કરોડ રૂપીયાની આવાસ સહાય રાજ્ય સરકારે આપી છે.

તો દુર્ગાષ્ટમી નિમિતે સીએમ ભૂપેન્દ્ર પટેલે અંબાજી મંદિરમાં માતાજીના આર્શીવાદ મેળવ્યા હતા. અને, માં અંબાના દ્વારે શિશ નમાવ્યા હતા. તથા સૌકોઇને પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

 

આ પણ વાંચો : સરકારી નોકરીની ભરતી માટે મોટી જાહેરાત: રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉંમરમાં છૂટછાટ, જાણો સમગ્ર વિગત

 

Click on your DTH Provider to Add TV9 Gujarati