નલ સે જલ પરંતુ નળમાં નથી જળ, સુરેન્દ્રનગરના ચુડા સહિત પાંચ ગામના લોકો ભર ઉનાળે પીવાના પાણી માટે આંદોલન કરવા બન્યા મજબુર- Video

જ્યાં સૌથી વધુ ગરમી પડી રહી છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન દિવસે દિવસે વધુ વિકટ બની રહ્યો છે, અહીં ચુડા ગામ સહિત અન્ય પાંચ ગામના લોકો પીવાના પાણી માટે આંદોલન કરવા મજબુર બન્યા છે. ભર ઉનાળે ગામલોકોને પીવાનું પાણી ન મળતા વિફર્યા છે અને મામલતદાર કચેરીએ એક્ઠા થઈ આંદોલન કરતા જોવા મળ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2024 | 5:46 PM

વાત છે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સુરેન્દ્રનગરની. સરકારે ભલે, “હર ઘર નલ, હર ઘર જલ”ના દાવા ઠોકતી હોય, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની હકીકત કંઇક અલગ છે. જિલ્લામાં પાણીનો પ્રશ્ન એટલો વિકટ બન્યો છે કે ચુડાના 5 ગામના લોકો પીવાના પાણીના પ્રશ્નને લઇને હવે આંદોલનના માર્ગે છે,પાંચ ગામના લોકો મામલદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને પાણી મુદ્દે આંદોલન શરૂ કર્યુ છે,એક તરફ સુરેન્દ્રનગરમાં રાજ્યની સૌથી વધુ ગરમી પડી રહી છે. બીજી તરફ પાણીની સૌથી વિકટ સ્થિતિ પણ અહીં જ છે.

નવી મોડવાડ જૂની મોરવાડ જોબાળા સહિતના ગામોમાં પીવાનું પાણી 40 દિવસે તંત્ર દ્વારા પુરુ પાડવામાં આવતુ હોવાથી લોકોના જનજીવન પર અસર પડી છે,અને પાણી વગર આવી આકરી ગરમીમાં કઇ રીતે રહેવું તે પ્રશ્ન સર્જાયો છે.તંત્ર દ્વારા અનેક પ્રકારના પાણી પુરુ પાડવાના દાવાતો કરવામાં આવે છે,પરંતુ એ દાવા ફોગટ સાબિત થયા છે,તંત્રના પાણી આપવાના વાયદા પૂર્ણ ન થયાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો ચુડા તાલુકાના 5 ગામના લોકો માટલા,બેડા લઇને મામલતદાર કચેરીએ પહોંચ્યા છે અને જ્યાર સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યા સુધી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

Input Credit- Sajid Belim- Surendranagar

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ જઈ અગ્નિકાંડના પીડિતોને મળ્યા, દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહીની આપી ખાતરી- Video

Follow Us:
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">