Car Accident: ફોર્ચ્યુન અને ઇકો કાર વચ્ચે થયો અકસ્માત, લોકોએ કારમાંથી દારૂની મચાવી લૂંટ, જુઓ Live Video
નવસારીના ચીખલી તાલુકાના ચિતાલી ગામે બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. જોકે આ બંને કાર માથી એક કારમાં દારુ ભરેલો હતો. જેને લૂંટવા લોકોની પડાપડી કરી. દારૂ લૂંટના વાયર વીડિયોના આધેરે પોલીસ તપાસ શરૂ કરી છે.
નવસારીના ચીખલીના ચિતાલી ગામે કાર અને ઈકો વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. વિદેશી દારૂ ભરેલી કારે ઈકોને અડફેટે લીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોએ કારમાંથી દારૂની લૂંટ ચલાવી હતી. કારમાંથી દારૂની બોટલ લઈને લોકો ત્યાંથી નીકળી ગયા હતા. દારૂના લૂંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : Gujarati Video: નવસારીમાં અંબિકા નદી ઉપરનો પુલ પડ્યો નબળો, ભારે વાહનોની અવરજવર પર મુકાયો પ્રતિબંધ
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિતાલી ગમે એક ફોર્ચ્યુનર ગાડીના ચાલક બોડવાક જઈ રહ્યા હતા. જે દરમ્યાન ફોર્ચ્યુનર ગાડી આગળ જતી ઈકો સાથે અથડાવી હતી. અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડી રોડની સાઇડમાં ઉતરી ગઈ. જે ઘટનામાં ઈકો કારને થયેલા નુક્સાનનો ખર્ચ ફોર્ચ્યુનર કારના જયદીપ સુમન પટેલે દ્વારા આપવા સંમતી આપી હતી. પરંતુ આ સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થતા મોકો જોઈને ફોર્ચ્યુનર કારનો ચાલક જયદીપ ફરાર થઇ ગયો હતો. અકસ્માત સમયે ફોર્ચ્યુનરમાં દારુનો જથ્થો હોવાનું જણાતા લોકોએ દારૂ માટે લૂંટ મચાવી હતી.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
