Gujarat Rains: નવસારીના ચીખલીમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ, કાવેરી નદીમાં જળસ્તર પોણા બે ફૂટ વધ્યુ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 11:29 AM

Kaveri River Water Level: ચીખલીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાત્રીના 12 થી સવારે 6 કલાકના અરસા દરમિયાન ચીખલીમાં આ વરસાદ નોંધાયો હતો. કાવેરી નદીનુ જળસ્તર 4 કલાકમાં જ પોણા બે ફૂટ જેટલુ વધ્યુ હતુ.

 

દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં રાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. રાત્રી દરમિયાન નવસારી જિલ્લામાં કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારમાં એક થી ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ચીખલીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાત્રીના 12 થી સવારે 6 કલાકના અરસા દરમિયાન ચીખલીમાં આ વરસાદ નોંધાયો હતો. કાવેરી નદીનુ જળસ્તર 4 કલાકમાં જ પોણા બે ફૂટ જેટલુ વધ્યુ હતુ.

નવસારી અને આસપાસના વિસ્તારમાં વરસાદમાં વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે સ્થાનિક નદીઓ અને જળાશયોમાં આવકનો વધારો થયો હતો. નવસારીની કાવેરી નદીમાં પણ પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ હતી. જે મુજબ નદીના જળાશયમાં જળસ્તર પોણા બે ફુટ જેટલુ વધ્યુ હતુ. વલસાડની દમણગંગામાં પણ પાણીની આવક 58 હજાર ક્યુસેક જેટલી થઈ રહી છે. નદીમાં હાલમાં 83 હજાર ક્યુસેક કરતા વધારે પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના દશ ગેટ અઢી મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Sabarkantha: શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર એક-એક ફુટ ઉંડા ખાડા, નવા નિર્માણ થયેલા પુલની હાલત ફરી ભંગાર બની-Video

નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 22, 2023 10:13 AM
g clip-path="url(#clip0_868_265)">