Vadodara : બાયોડીઝલ કૌભાંડમાં ત્રણ લોકોની ધરપકડ, મુખ્ય આરોપીઓની શોધખોળ ચાલુ
લાખોની કિંમતનો પેટ્રોલિયમ પદાર્થને જપ્ત કરી PCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગેરકાયદે પેટ્રોલિયમ પદાર્થ મુંબઈથી લાવીને વેચાણ કરવામાં આવતું હતું . તેમજ પોલીસે કેટલા સમયથી આ વેપાર કરી રહ્યા હતા તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરામાં(Vadodara) બાયોડીઝલ((Biodiesel) કૌભાંડમાં ત્રણ લોકોની ધરપકડ(Arrest) કરવામાં આવી છે. જેમાં ટ્રાન્સપોર્ટની આડમાં કૌભાંડ ચલાવતા મુખ્ય સંચાલક ફરાર છે.મિતેષ પટેલ અને અજય શાહ ચલાવતા હતા સમગ્ર કૌભાંડ. જ્યારે બંને આરોપીઓને શોધવા PCBની ટીમ બનાવાઇ છે. તેમજ બાયો ડીઝલનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે અંગે તપાસ શરૂ કરાઇ છે. જ્યારે છાણી પોલીસ મથકે 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વડોદરાનજીક મુંબઈ હાઈ વે પર એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ગેરકાયદે બાયોડીઝલનું વધુ એક કૌભાંડ પકડાયું છે. PCB દ્વારા પોલીસનેસાથે રાખી દરોડો પાડી કૌભાંડ પકડ્યું છે. આ દરોડા દરમિયાન પેટ્રોલિયમ પદાર્થનો 19 હજાર લીટરનો જથ્થો તેમજ સંખ્યાબધ ટેન્કર જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ બે શખ્સોની અટકાયત કરવામાં પણ આવી છે.
લાખોની કિંમતનો પેટ્રોલિયમ પદાર્થને જપ્ત કરી PCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ગેરકાયદે પેટ્રોલિયમ પદાર્થ મુંબઈથી લાવીને વેચાણ કરવામાં આવતું હતું . તેમજ પોલીસે કેટલા સમયથી આ વેપાર કરી રહ્યા હતા તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.
બાયો ડીઝલનો સૌથી વધુ મોટી બસો અને ટ્રકોમાં વપરાશ થતો હોય છે
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 10 ફેબ્રુઆરીના રોજ સુરત શહેરના સિંગણપોર ડભોલી વિસ્તારમાં આવેલી બે અલગ અલગ જગ્યા પર શહેર પીસીબી પોલીસે દરોડો પાડી ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને કુલ 48 લાખનો મુદામાલ કબજે કર્યો હતો . ખાસ કરી ને આ જગ્યા પર બસ પાર્કિંગ હોવાથી બસમાં ડીઝલ પુરાવતા હતા કારણ કે બાયો ડીઝલનો સૌથી વધુ મોટી બસો અને ટ્રકોમાં વપરાશ થતો હોય છે. શહેર પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ડભોલી સિંગણપોર વિસ્તારમાં ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ થઇ રહ્યું હતું.
આ પણ વાંચો : Rajkot : સતત બીજા દિવસે રખડતાં ઢોરનો ત્રાસ, બે મહિલાઓને હડફેટે લીધા, ઢોર-તંત્ર મૂક પ્રેક્ષક !
આ પણ વાંચો : Mehsana : દૂધસાગર ડેરીનું નવું સોપાન, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત શાકભાજી અને અનાજની દેશની પ્રથમ રીટેલ શોપ શરૂ કરી