ઉમેદવાર બદલવાની વાત પર પરષોત્તમ રૂપાલાએ જ કરી સ્પષ્ટતા, કહ્યું-મને દિલ્હીથી કોઇ તેડું નથી, જુઓ Video

|

Apr 01, 2024 | 2:54 PM

આજથી 8 દિવસ પહેલા પરસોત્તમ રૂપાલાનો એક વીડિયો વાયરલ થયો હતો.એક કાર્યક્રમમાં તેમણે ક્ષત્રિય સમાજને લઈને કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી.જે પછી તેમની સામે રોષ ભભૂકી ઉઠ્યો.વિવાદ એટલો વકરી રહ્યો છે કે તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવાની માગ કરવામાં આવી રહી છે. જો કે આ મામલે પરષોત્તમ રુપાલાએ પોતે જ સ્પષ્ટતા કરી છે.

આજથી 8 દિવસ પહેલા પરસોત્તમ રૂપાલાનો એક વીડિયો વાયરલ થયો હતો. એક કાર્યક્રમમાં તેમણે ક્ષત્રિય સમાજને લઈને કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે પછી તેમની સામે રોષ ભભૂકી ઉઠ્યો. વિવાદ એટલો વકરી રહ્યો છે કે તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવાની માગ કરવામાં આવી રહી છે. જો કે આ મામલે પરષોત્તમ રુપાલાએ પોતે જ સ્પષ્ટતા કરી છે.

વિવાદિત નિવેદન બાદ પરષોત્તમ રુપાલા વિરુદ્ધમાં આવેદનપત્રો અપાયા, વિરોધ પ્રદર્શન થયા તેમજ રાજકીય સંમેલનો પણ થયા.વધતા વિવાદના પગલે પરષોત્તમ રુપાલાએ માફી મગાઈ, અને હવે પરસોત્તમ રૂપાલાએ પણ સામે આવીને કહી દીધું છે કે, મેં મારું સ્ટેન્ડ ક્લિઅર કરી લીધું છે. મારી ક્ષતિ હતી, તેથી મેં માફી માગી અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ મને હૈયાધારણા પણ આપી હતી. હવે આ વિષય તેમની દ્રષ્ટિએ પૂર્ણ થઈ ગયો છે.

આ પણ વાંચો- Rajkot: ભાજપે ઉમેદવાર તરીકે પરષોતમ રૂપાલાને બદલવાની વાતને ગણાવી માત્ર અફવા, જુઓ Video

આ સાથે રૂપાલાએ એ વાત પણ સ્પષ્ટ કરી કે, તેમને ઉમેદવાર તરીકે બદલાવાની વાતો પણ ખોટી છે. મોહન કુંડારિયાનું ફોર્મ ડમી ઉમેદવાર તરીકે જે ફોર્માલિટી હોય તે જ પ્રમાણે છે. જો કે, તેમણે એ વાત પણ કહી કે, જો ઉમેદવાર બદલાની વાત હશે. તો તેમના અને પક્ષ વચ્ચેની વાત રહેશે. તેવી વાત કરી રૂપાલાએ કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. જો કે પરસોત્તમ રૂપાલા મીડિયા સાથેની ચર્ચા બાદ તેમના લાક્ષણિક સ્વભાવમાં પણ જોવા મળ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video