Panchmahal : પાવાગઢમાં આજે બીજા દિવસે પણ રોપ વે સેવા બંધ

સતત બે દિવસથી ગુજરાતમાં ભારે પવનને કારણે જૂનાગઢ, અંબાજી, પાવાગઢમાં રોપ વે સેવા યાત્રિકોની સુરક્ષા માટે બંધ રાખવામાં આવી છે. જેના કારણે આ સ્થળોએ ફરવા જતા પ્રવાસીઓ રોપ વેનો આનંદ લઈ શક્યા નહોતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 12:27 PM

પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢમાં  ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેને પરિણામે આજે સતત બીજા દિવસે પમ રોપ વે બંધ રાખવાની ફરજ પડી હતી. બે દિવસથી સતત પવન રહેતા રોપ વે સંચાલકોએ નિર્ણય  લીધો હતો કે પાવાગઢમાં રોપ વે સેવા બંધ  રાખવામાં આવે.  ગઇ કાલથી નીકળેલા ભારે પવનને કારણે રોપ વે ચલાવવો તે સંચાલકોને  યોગ્ય લાગ્યું નહોતું.  ગઈકાલે પવનના કારણે રોપ-વે સેવા કેટલાંક સમય સુધી બંધ રહેતા યાત્રિકો હેરાન થયા હતા. જોકે  રોપ વે સંચાલકોએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સુરક્ષા માટે બારે પવનમાં રોપ વે ચલાવી શકાય નહીં તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પવનની ગતિ ઓછી થશે  એટલે રોપ વે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે.

સતત બે દિવસથી  ગુજરાતમાં ભારે પવનને કારણે  જૂનાગઢ, અંબાજી, પાવાગઢમાં રોપ વે સેવા યાત્રિકોની સુરક્ષાને કારણે બંધ રાખવામાં આવી છે. જેના કારણે આ સ્થળોએ ફરવા જતા પ્રવાસીઓ  રોપ વેનો આનંદ લઈ શક્યા નહોતા.

ગત રોજ ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ બંધ પડી

જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત ઉપર પવનની ગતિ તીવ્ર જોવા મળી હતી. જેને કારણે ગત રોજ ગિરનારમાં રોપ વે બંધ કરવાની ફરજ પડી હતી. ઉડન ખટોલાના સંલગ્ન અધિકારીઓેને જણાવ્યું હતું કે પવનની ગતિ વધતા રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે ભારે પવન બંધ થતા રોપ વે ફરીથી શરૂ કરવામાં આવશે.

તો દ્વારકામાં પણ  ફેરી બોટ સેવા ભારે પવનને  કારણે બંધ  કરવામાં આવી હતી.  આથી દ્વારકાથી બેટ દ્વારકા જનારા  પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.

Follow Us:
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">