Panchmahal : રક્ષક જ બન્યો ભક્ષક, માસ્કના દંડની વસુલીના નામે રેલવે પોલીસની ગુંડાગર્દી

માસ્ક ન પહેર્યો તો મળ્યો માર, પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન પર GRPના જવાનોએ મુસાફરને ફટકાર્યો, દંડ વસુલીના નામે મુસાફરને થપ્પડ મારવાનો વીડિયો સામે આવ્યો,

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 10:56 AM

Panchmahal : માસ્ક ન પહેર્યો તો મળ્યો માર, પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન પર GRPના જવાનોએ મુસાફરને ફટકાર્યો, દંડ વસુલીના નામે મુસાફરને થપ્પડ મારવાનો વીડિયો સામે આવ્યો, મુસાફરે માસ્ક પહેર્યો ન હતો, તો કોરોના નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવાના બદલે જવાનોએ હાથ ઉગામ્યો છે.

આ GRPના જવાનો સિવિલ ડ્રેસમાં પ્લેટફોર્મ પર ફરજ બજાવતા હતા, ત્યારે સવાલ થાય કે રેલવે પોલીસના જવાનોને મુસાફરોને મારવાની સત્તા કોણે આપી, જવાનોએ કાયદો હાથમાં કેમ લીધો ? શું ગેરવર્તન કરનારા જવાનો સામે કોઈ ખાતાકીય કાર્યવાહી થશે ?

નોંધનીય છેકે રાત્રી સમયે ગોધરાથી પસાર થઈ રહેલ ટ્રેનમાંથી નાસ્તો પાણી લેવા માટે પ્લેટફોર્મ ઉપર ઉતરનાર મુસાફરોને પકડી માસ્કના નામે કડકાઈ પૂર્વક દંડ વસુલવામાં આવે છે. રેલવે GRP પોલીસના જવાનો સિવિલ ડ્રેસમાં પ્લેટફોર્મ ઉપર ફરજ બજાવી માસ્ક દંડની રકમ વસુલ કરે છે. આ ઉપરાંત, મુસાફરને આપવામાં આવતી દંડની રકમની પાવતીના ઉપરના ભાગે 100-200 એમ અલગ અલગ રકમ લખેલી હોવાનું સામે આવ્યું છે.

જયારે પોલીસ કર્મચારી દ્વારા જ દાદાગીરીના કેસ સામે આવે, ત્યારે લોકોમાં અનેક અનેક સવાલોએ જન્મ લેતા હોય છે. જયારે કાયદાના રક્ષક જ કાયદો હાથમાં લઇ લે તો સજા કોને કરવી તે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ત્યારે ગોધરામાં બનેલી પોલીસની દાદાગીરીની ઘટનાને લઇને હાલ લોકોમાં ફિટકારની લાગણી છે. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ કર્મી સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">