પંચમહાલ : સસ્તા અનાજની દુકાનમાં ઝડપાઈ ગેરરીતિ, ચેકિંગ દરમિયાન અનાજના જથ્થામાં ઘટ
પુરવઠા અધિકારી અને મામલતદારના ચેકિંગ દરમિયાન 33 કટ્ટા ચોખા, 17 કટ્ટા ઘઉં, 4 કટ્ટા ચણા, 2 કટ્ટા ખાંડ અને 14 સિંગતેલના પાઉચની ઘટ મળી આવી હતી. સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દુકાન સંચાલકને કારણ દર્શક નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલમાં મોરવા હડફ તાલુકાના બિલવાણી ગામની દુકાનમાં ગેરરીતિ ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન વિક્રમ ડિંડોર સંચાલિત દુકાનમાંથી ગેરરીતિ ઝડપાઈ છે. જિલ્લા પુરવઠા અધિકારી અને મોરવા હડફ મામલતદાર દ્વારા બિલવાણી ગામની આદિવાસી સહકારી ગ્રાહક ભંડાર લિમિટેડ નામની સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક ચેકિંગ કરતા અનેક ગેરરીતિઓ સામે આવી છે.
પુરવઠા અધિકારી અને મામલતદારના ચેકિંગ દરમિયાન 33 કટ્ટા ચોખા, 17 કટ્ટા ઘઉં, 4 કટ્ટા ચણા, 2 કટ્ટા ખાંડ અને 14 સિંગતેલના પાઉચની ઘટ મળી આવી હતી. સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દુકાન સંચાલકને કારણ દર્શક નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા