પંચમહાલ : દિવાળીના તહેવારોને લઈ પાવાગઢમાં દર્શનના સમયમાં ફેરફાર, રાત્રે 8 વાગ્યા સુધી કરી શકાશે દર્શન
ભક્તોનો ધસારો જોતા પાવાગઢ મંદિર ટ્રસ્ટે વિશેષ વ્યવસ્થા કરી છે. માના દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. ભક્તો હવે સવારે 5 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી મા મહાકાળીના દર્શન કરી શકશે. લાખો ભક્તો ઉમટી પડતા સવાર અને સાંજના સમયમાં એક કલાક વધારી દેવાયો છે.
કોઇપણ તહેવારમાં પાવાગઢ ખાતે ભક્તોનો ધસારો જોવા મળે છે. ત્યારે કાળી ચૌદસના પર્વને લઇને યાત્રાધામ પાવાગઢમાં લાખોની સંખ્યામાં ભક્તો માના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. દિવાળીના 5 દિવસ દરમિયાન માના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. ત્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરાઇ છે. જેથી સરળતાથી લોકો દર્શન કરી શકે અને કોઇ અગવડતા ન પડે.
ભક્તોનો ધસારો જોતા પાવાગઢ મંદિર ટ્રસ્ટે વિશેષ વ્યવસ્થા કરી છે. માના દર્શન સમયમાં ફેરફાર કરાયો છે. ભક્તો હવે સવારે 5 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી મા મહાકાળીના દર્શન કરી શકશે. લાખો ભક્તો ઉમટી પડતા સવાર અને સાંજના સમયમાં એક કલાક વધારી દેવાયો છે.
આ પણ વાંચો પંચમહાલ: રાજ્યભરમાં દિવાળી ટાણે GRD અને SRD જવાનોને પગાર ન મળ્યો હોવાની રાવ
મંદિર ખાતે તહેવાર અને પ્રજાની સુખાકારીને અનુલક્ષીને વિશેષ પૂજન અને હવનનું પણ આયોજન કરાયું છે. કાળી ચૌદસ નિમિતે કાલભૈરવ દાદાનું હવન અને માતાજીની પૂજાનું આયોજન કરાયું. જ્યારે આગામી દિવસોમાં ચોપડા પૂજન પણ મંદિર ખાતે જ કરવામાં આવશે.