પંચમહાલ : કાલોલના બિલીયાપુરા ગામમાં વીજ જોડાણ કાપવા ગયેલી MGVCLની ટીમ પર હુમલો
બીલના નાણા બાકી હોવાથી MGVCLની ટીમ જોડાણ કાપવા ગઇ હતી. આ દરમિયાન વીજ જોડાણ કપાયા બાદ બે શખ્સો ઉશ્કેરાયા હતા અને કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં MGVCLની કચેરીમાં તોડફોડ પણ કરી હતી. અક્ષય અને રાજુ બજાજ નામના શખ્સોએ કર્મચારીઓ સાથે મારામારી કરી હોવાનો આરોપ છે.
પંચમહાલના કાલોલના બિલિયાપુરા ગામમાં વીજ જોડાણ કાપવા ગયેલી MGVCLની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. બીલના નાણા બાકી હોવાથી MGVCLની ટીમ જોડાણ કાપવા ગઇ હતી. આ દરમિયાન વીજ જોડાણ કપાયા બાદ બે શખ્સો ઉશ્કેરાયા હતા અને કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં MGVCLની કચેરીમાં તોડફોડ પણ કરી હતી.
આ પણ વાંચો પંચમહાલ : ગોધરાના મુખ્ય માર્ગ પરથી દબાણો દૂર કરાયા, ટ્રાફિકની સમસ્યા નિવારવા કાર્યવાહી
અક્ષય અને રાજુ બજાજ નામના શખ્સોએ કર્મચારીઓ સાથે મારામારી કરી હોવાનો આરોપ છે. એટલું જ નહીં આ માથાભારે શખ્સોએ અગાઉ પણ કચેરીમાં તોડફોડ કરી હોવાનો આરોપ છે. હાલ તો પોલીસે બંને શખ્સો સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
