અમદાવાદમાં પૂરપાટ કાર દોડાવી કિશોરને અડફેટે લીધો, બેફામ ગતિએ વાહન હંકારતા અકસ્માત
અમદાવાદમાં પૂરઝડપે દોડી રહેલી કારે એક કિશોરને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો છે. કિશોર ગંભીર રીતે અકસ્માતમાં ઘવાયો છે. ઘટના બાદ રામોલ પોલીસે કારના ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. જોકે બેફામ દોડતા કારચાલકોને કારણે સર્જાતા અકસ્માતોમાં ઘટાડો જ થઈ નથી રહ્યો. આવી જ રીતે વધુ એક આ ઘટના નોંધાઈ છે. બેફામ દોડતા વાહનચાલકો પર કાર્યવાહી કરવી જરુરી બની છે.
પોલીસ દ્વારા બેફામ કારચાલકો સામે કાર્યવાહી કરવા છતાં વાહન હંકારનારાઓમાં કોઈ જ સુધારો જાણે થઈ રહ્યો નથી. અમદાવાદમાં વધુ એક ઘટના અકસ્માતની સામે આવી છે. જેમાં પૂરઝડપે કારને હંકારીને કિશોરને અડફેટે લીધો હતો. 17 વર્ષીય કિશોરને અડફેટે લેતા હવામાં ફંગોળાયો હતો. ઘટના બાદ કિશોરને તુરત જ સારવાર માટે ખસેડાયો હતો.
આ પણ વાંચોઃ સાબરમતી નદીનો સાદોલિયા બ્રિજ હિંડોળા બ્રિજ તરીકે ઓળખાવા લાગ્યો! તોળાઈ રહ્યુ છે જોખમ
રામોલમાં એસપી રિંગ રોડ પર જતા રોડ પર વિનાયનક નગર પાસે આ અકસ્માતની સર્જાઈ હતી. કાર ચાલક પૂરપાટ ગતિએ કારને હંકારીને પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન તેણે કિશોરને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને કાર્યવાહ શરુ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 15, 2023 04:35 PM
Latest Videos