Ahmedabad: જાસપુર વિશ્વ ઉમિયાધામમાં 75મા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત 75 હજાર તિરંગાનું વિતરણ

અમદાવાદના (Ahmedabad) જાસપુર વિશ્વ ઉમિયાધામમાં 75મા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)"હર ઘર તિરંગા" અભિયાનને વધુ વેગ આપવા લોકોને આહવાન કર્યું છે. મુખ્યપ્રધાને દરેક સમાજને રાષ્ટ્ર તહેવાર ઉજવવા હાકલ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 5:47 PM

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની (Independence Day) ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઈ રહી છે. આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. અત્યારે રાજ્યમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે અમદાવાદના (Ahmedabad) જાસપુર વિશ્વ ઉમિયાધામમાં 75મા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે મુખ્યપ્રધાને 75 હજાર તિરંગાનું વિતરણ કર્યુ.

અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામમાં 75મા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે “હર ઘર તિરંગા” અભિયાનને વધુ વેગ આપવા લોકોને આહવાન કર્યું છે. મુખ્યપ્રધાને દરેક સમાજને રાષ્ટ્ર તહેવાર ઉજવવા હાકલ કરી છે. 7 ઓગસ્ટે દરેક જિલ્લાઓના મથકો ઉપર “હર ઘર તિરંગા” અભિયાન શરૂ થશે. વિશ્વ ઉમિયાધામમાં રાષ્ટ્રભાવના અને પર્યાવરણને જોડી 75 હજાર તિરંગાનું વિતરણ કરાયું. સાથે આ વર્ષે ઉમિયા ધામમાં ઉપવનના નિર્માણ માટે 75 હજાર વૃક્ષો રોપવાના ઉમિયાધામનો ટાર્ગેટ છે.

મહત્વનું છે કે આ “હર ઘર તિરંગા” અભિયાનમાં ઉત્સાહપૂર્વક સામેલ થવા ગુજરાત પણ તૈયાર છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી એટલે કે હર ઘર તિરંગા અભિયાન માટે એવા 7 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી બન્યા હોય અને જે સ્થળો સાથે આઝાદીની લડત માટેની કોઈને કોઈ કહાની જોડાયેલી હોય.

1 કરોડ તિરંગા લહેરાવવામાં આવશે

ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ તિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ તિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાન ઓગષ્ટ 13થી 15 સુધી ચાલશે, જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવશે.

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">