India-Pakistan War: 2 દિવસમાં પેટ્રોલ પંપ બંધ થવાની અફવાએ જોર પકડ્યુ !પોરબંદરમા જોવા મળી લાંબી કતારો,જુઓ Video

India-Pakistan War: 2 દિવસમાં પેટ્રોલ પંપ બંધ થવાની અફવાએ જોર પકડ્યુ !પોરબંદરમા જોવા મળી લાંબી કતારો,જુઓ Video

| Edited By: | Updated on: May 10, 2025 | 2:20 AM

પોરબંદરમાં ભારત-પાકિસ્તાન સરહદી તણાવ વચ્ચે એક અફવા ફેલાઈ હતી કે આગામી બે દિવસમાં પેટ્રોલ પંપ બંધ થઈ જશે. આ અફવાના કારણે શહેરના અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી. લોકો પેનિકમાં મુકાઈ ગયા હતા અને પેટ્રોલ ભરવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા. પોરબંદર વહીવટી તંત્રએ લોકોને શાંત રહેવા અને અફવાઓમાં દૂર રહેવા માટે અપીલ કરી છે.

પેટ્રોલ પંપ પર લાંબી કતારો !

તાજેતરમાં પોરબંદરમાં ભારત-પાકિસ્તાન સરહદી તણાવના પગલે એક અફવા ફેલાઈ હતી જેના કારણે કચ્છ અને પોરબંદર શહેરમાં પેટ્રોલ પંપ બંધ થવાનો ભય ફેલાયો હતો. આ અફવા પ્રમાણે, આગામી બે દિવસમાં પેટ્રોલ પંપ બંધ થઈ જશે. આ અફવાના કારણે શહેરના અનેક પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી. લોકો પેનિકમાં મુકાઈ ગયા હતા અને પેટ્રોલ ભરવા માટે ઘણા સમય સુધી કતારોમા ઉભા રહ્યા હતા.

પોરબંદર વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લઈને લોકોને શાંત રહેવા અને અફવાઓમાં નહીં ફસાવા અપીલ કરી હતી. તંત્ર દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા અફવાઓને નકારી કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પોલીસે પણ શહેરમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું અને લોકોને ખાતરી આપી હતી કે પેટ્રોલની કોઈ કમી નથી.