સુરત વીડિયો : રખડતા શ્વાને વધુ એક વ્યક્તિનો લીધો ભોગ, લોકોમાં જોવા મળ્યો રોષનો માહોલ
સુરતમાં રખડતા શ્વાનના કારણે વધુ એક વ્યક્તિએ જિંદગી ગુમાવવાનો સામે આવ્યો છે.શ્વાનના કારણે અકસ્માત સર્જાતા હોસ્પિટલમાં દાખલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે.અકસ્માતની ઘટના 17 નવેમ્બરે બની હતી.નાની બહેનને મળવા ભાઈ અને તેની માતા ઉધના ગયા હતા. ત્યાંથી ભટાર પરત ફરતી વખતે શ્વાન વચ્ચે આવી જતાં બંને બાઈક પરથી પટકાયા હતા.
રાજ્યમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. તો સુરતમાં રખડતા શ્વાનના કારણે વધુ એક વ્યક્તિએ જિંદગી ગુમાવવાનો સામે આવ્યો છે. શ્વાનના કારણે અકસ્માત સર્જાતા હોસ્પિટલમાં દાખલ વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતની ઘટના 17 નવેમ્બરે બની હતી. નાની બહેનને મળવા ભાઈ અને તેની માતા ઉધના ગયા હતા. ત્યાંથી ભટાર પરત ફરતી વખતે શ્વાન વચ્ચે આવી જતાં બંને બાઈક પરથી પટકાયા હતા.
ઈજાગ્રસ્ત થયેલા માતા-પુત્રને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં 65 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે.મહત્વનું છે કે સુરતમાં અગાઉ અનેક લોકો શ્વાનના હુમલાનો શિકાર બની ચૂક્યા છે. તંત્ર ફક્ત કાર્યવાહીના દાવા કરતું રહે છે.
Latest Videos

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
