ગુજરાતમાં હાલ કોઈપણ સ્થળે નહીં પડે વરસાદ, કાળઝાળ ગરમી રહેશે યથાવત: હવામાન વિભાગ

ગુજરાતમાં હાલ કોઈપણ સ્થળે નહીં પડે વરસાદ, કાળઝાળ ગરમી રહેશે યથાવત: હવામાન વિભાગ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 4:33 PM

હાલમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. આગામી થોડા દિવસ પણ ગરમી (Heat) યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે (Meteorological Department) કરી છે.

ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાય દિવસથી આકરી ગરમીનો (Heat) અનુભવ તો થઇ જ રહ્યો છે. જો કે થોડા થોડા અંતરે કમોસમી વરસાદ (Unseasonal rains) પણ પડે છે. જેના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થઇ રહ્યુ છે. જો કે હવામાન વિભાગે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે. હાલ કોઇપણ જગ્યાએ વરસાદની આગાહી નથી. આગમી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તાપમાન સૂકું રહેશે. જો કે કાળઝાળ ગરમીનો અનુભવ યથાવત રહેશે.

ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી હવે વર્તાઇ રહી છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. આગામી થોડા દિવસ પણ ગરમી યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે સૌરાષ્ટ્રમાં સંકટના વાદળો હવે હટ્યા છે. હાલ કોઇપણ જગ્યાએ વરસાદની થવાની આગાહી નથી. આગમી પાંચ દિવસ તાપમાન સૂકું રહેશે. કચ્છ અને કંડલામાં એક દિવસ સુધી હીટવેવની આગાહી છે. તો અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન 41-42 ડિગ્રી રહે તેવી શક્યતા છે.

મંગળવારે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો. રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદમાં 41.3 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ અમરેલીમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, કંડલામાં 40.4 ડિગ્રી અને પાટણમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદના અનેક વિસ્તારમાં રોગચાળો વકરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શેરડીના રસ, શિકંજી, ઠંડાઈ સહિતના સેન્ટરો પણ નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જેથી પાણીજન્ય રોગચાળા પર કાબૂ મેળવી શકાય.

g clip-path="url(#clip0_868_265)">