GANDHINAGAR : ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી નીમાબેન આચાર્યએ રાજીનામું આપ્યું, જાણો કોણ બનશે નવા અધ્યક્ષ

ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપતા ડો.નીમાબેન આચાર્યને કાર્યકારી સ્પીકર બનાવવામાં આવ્યા હતા.

GANDHINAGAR : રાજ્યના નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ એવા ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાય એ પહેલા જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું છે. જો નીમાબેન કાર્યકારી અધ્યક્ષપદે હોય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી ન લડી શકે માટે તેમણે રાજીનામું આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપતા ડો.નીમાબેન આચાર્યને કાર્યકારી સ્પીકર બનાવવામાં આવ્યા હતા.હવે 27-28 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર મળનાર છે. આ બે દિવસીય સત્રમાં જ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નીમાબેન આચાર્યને જ વિધાનસભા અધ્યક્ષ બનાવાઇ શકે છે…તો ભાજપના એક સિનિયર નેતાનું નામ પણ હાલ ચર્ચામાં છે. જો નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના સ્પીકર બનશે તો તેઓ રાજ્યની વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર ગણાશે.

ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજી વાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

આ પણ વાંચો : પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી, જાણો સ્યુસાઇડ નોટમાં શું લખ્યું

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

Click on your DTH Provider to Add TV9 Gujarati