ગઝવા એ હિંદ પ્રકરણમાં એનઆઈએના ગુજરાતમાં દરોડા
એનઆઈએ દ્વારા દેશમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કેરળમાં દરોડાની કામગીરી કરવામાં આવી છે. ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં કેટલાક શંકાના દાયરામાં આવેલ વ્યક્તિઓના ઘરે એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી છે. એમને ત્યાંથી કેટલાક દસ્તાવેજ અને ડિજિટલ સાધનો તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા છે.
એનઆઈએ ના ટુંકા નામે ઓળખાતી કેન્દ્રીય તપાસ સંસ્થા. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ દરોડા પાડ્યા છે. બિહારના પટણા જિલ્લામાંથી એનઆઈએ ને હાથ લાગેલ ગઝવા એ હિંદ નામની સંસ્થાની શંકાસ્પદ કામગીરીને લઈને એનઆઈએ એ દરોડા પાડ્યા છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને ત્યાં તપાસ કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે સત્તાવાર રીતે એનઆઈએ હજુ સુધી કાંઈ જાહેર કર્યું નથી.
એનઆઈએ દ્વારા દેશમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કેરળમાં પણ દરોડાની કામગીરી કરવામાં આવી છે. ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં કેટલાક શંકાના દાયરામાં આવેલ વ્યક્તિઓના ઘરે એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી છે. એમને ત્યાંથી કેટલાક દસ્તાવેજ અને ડિજિટલ સાધનો તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા છે. એનઆઈએનું માનવું છે કે, વેરાવળથી પાકિસ્તાનમાં હેન્ડલર સાથે સંપર્ક ધરાવતા હોવાની શંકાના આધારે તપાસ કરવામાં આવી છે. જો કે જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ સાધનોની વૈજ્ઞાનિક ઢબે તપાસ કર્યા બાદ જ વધુ વિગતો બહાર આવશે.
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
