નવસારી : ગણદેવીના યુવકની અમેરિકામાં હત્યા, ગોળી મારનાર શખ્સે પણ કરી આત્મહત્યા
અમેરિકામાં 46 વર્ષીય સત્યેન નાયકની હત્યા કરવામાં આવી છે. યુવકની હત્યા બાદ ગોળી મારનારા શખ્સે પણ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા અને આત્મહત્યાની ઘટના બાદ સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતી યુવકની હત્યાથી સોનવાડી ગામ સ્થિત પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
નવસારીના ગણદેવી તાલુકાના સોનવાડી ગામના યુવકની અમેરિકામાં હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. નોર્થ કેરોલિનામા મોટેલ ચલાવતા 46 વર્ષીય સત્યેન નાયકની હત્યા કરવામાં આવી છે. મોટેલમાં બેસી રહેલા એક વ્યક્તિએ જ સત્યેન નાયકની હત્યા કરી છે. સત્યેન નાયકની હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
બીજી તરફ યુવકની હત્યા બાદ ગોળી મારનારા શખ્સે પણ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા અને આત્મહત્યાની ઘટના બાદ સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતી યુવકની હત્યાથી સોનવાડી ગામ સ્થિત પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Latest Videos