મિલકત ચોરીના કિસ્સાઓમાં કોર્ટ કચેરીના ધક્કા ન ખાવા પડે તેને લઈ નવસારી પોલીસની સરાહનીય કામગીરી
પોલીસ અને જનતા વચ્ચે સુમેળ સાધવા રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. જેમાં નવસારી જિલ્લા પોલીસે નવાજ પ્રકારનો અભિગમ અપનાવ્યો છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મિલકત ચોરીના કિસ્સાઓમાં પોલીસ કોર્ટ સાથે મળીને કડીરૂપ ભૂમિકા ભજવી રહી છે.
મિલકત ચોરીના કિસ્સાઓમાં કોર્ટમાં જમા કરાવેલો મુદ્દા માલ છોડાવવો મૂળ માલિક માટે માથાનો દુખાવો બની જતો હોય છે. તેવા સમયે નવસારી જિલ્લા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમની શરૂઆત કરી છે. જેમાં સામાન્ય જનતાના ચોરાયેલા સામાન્ય કોર્ટ સાથે સમન્વય શાંતિને પોલીસ વિભાગ સીધા જ જે તે મૂળ માલિકને ચોરાયેલી વસ્તુ પરત કરી રહી છે.
જેમાં નવસારી જિલ્લા પોલીસે 17 જેટલા ચોરાયેલા મોબાઈલ મૂળ માલિકોને આપીને કોર્ટ કચેરીના ધક્કા ખાવાથી બચાવ્યા છે. કોર્ટ કચેરીના ચક્કરની વાત આવે છે ત્યારે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે અને એમાં પણ ચોર દ્વારા ચોરવામાં આવેલી કિંમતી વસ્તુઓ છોડાવવા માટે લાંબી પ્રક્રિયામાંથી લોકોએ પસાર થવું પડતું હોય છે અને પોતાનો કિંમતી સમય બગાડવો પડતો હોય છે.
તેવા સમયે નવસારી જિલ્લા પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે સુમેળ ભર્યો વ્યવહાર બની રહે એને ધ્યાનમાં રાખીને પોલીસ જનતાની વચ્ચે જઈ રહી છે અને નવસારી જિલ્લા પોલીસનો અભિગમ ગુજરાત પોલીસ માટે એક મહત્વનો અભિગમ બનીને રહી ગયો છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
