નવસારી: એરૂ ચાર રસ્તા પાસેથી 91 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, વિદેશી કનેક્શન ધરાવતા બે ઠગોની ધરપકડ

નવસારી: એરૂ ચાર રસ્તા પાસેથી 91 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, વિદેશી કનેક્શન ધરાવતા બે ઠગોની ધરપકડ

| Edited By: | Updated on: Jun 07, 2026 | 10:31 PM

નવસારી પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત એરૂ ચાર રસ્તા પાસે આવેલા મારૂતિ પેલેસ એપાર્ટમેન્ટમાંથી બે સાયબર ઠગોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 43 ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને 70 પાસપોર્ટ સાઇઝના ફોટા સહિત જુદા જુદા નામના નકલી સરકારી દસ્તાવેજો મળી આવ્યા છે. આ ગેંગ વિરૂદ્ધ દેશભરમાં 110 ફરિયાદો નોંધાયેલી છે અને પ્રાથમિક તપાસમાં સમગ્ર કૌભાંડ 91 કરોડ રૂપિયાથી વધુનું હોવાનો ખુલાસો થયો છે.

નવસારી પોલીસે એરૂ ચાર રસ્તા પાસેના મારૂતિ પેલેસ એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને 33 વર્ષીય લખવિંદર સિંહ અને 28 વર્ષીય આદિત્ય ઉર્ફે બંટી પટેલ નામના બે સાયબર ઠગોને ઝડપી લીધા છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ ગેંગના બેંક એકાઉન્ટ્સ વિરૂદ્ધ દેશભરમાંથી 110 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પોલીસે આરોપી લખવિંદર પાસેથી જુદા જુદા નામે બનેલા 4 નકલી ઓળખપત્રો (ઓળખ દસ્તાવેજો) અને 4 પાન કાર્ડ પણ જપ્ત કર્યા છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને આરોપીઓ સામાન્ય લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે ‘મ્યુલ બેંક એકાઉન્ટ્સ’ ખોલાવતા હતા. આ નકલી એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના નાણાં મેળવ્યા બાદ, તેઓ તે રકમને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશ મોકલી આપતા હતા. હાલ પોલીસ આ આંતરરાષ્ટ્રીય કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.

Reliance અને TCS સહિત 7 મોટી કંપનીઓના રૂ. 1.25 લાખ કરોડ ડૂબ્યા, જ્યારે બેંકિંગ સેક્ટરે મચાવી ધુમ

Follow Us