Navsari: નવસારીમાં બાળકોને કરંટ લાગવાની ઘટનામાં MLA અનંત પટેલ આક્રમક, બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ માટે કરી માગ, જુઓ Video
નવસારીમાં 2 બાળકોને કરંટ લાગવાની ઘટનાને લઈ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માગ છે. MLA અનંત પટેલે બાળકોની મુલાકાત લીધી. FSLના રિપોર્ટના આધારે આગળની તપાસ થશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Navsari: ગત રોજ નવસારીના દેવીના પાર્ક વિસ્તારમાં પ્રાથમિક શાળાના બે બાળકોને કરંટ લાગવાની ઘટના બાદ હવે રાજકારણીઓ પણ મેદાને ઉતર્યા છે. વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે બંને ઇજાગ્રસ્ત બાળકોની મુલાકાત લીધી. તેમજ જ્યાં બાળકોને કરંટ લાગ્યો હતો તે સ્થળનું પણ નિરીક્ષણ કર્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે માગ કરી છે, કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે. પાલિકા બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવે તેવી માગ કરી છે.
ગત રોજ નવસારીના દેવીના પાર્ક વિસ્તારમાં આવેલી પ્રાથમિક સમિતિની શાળામાં અભ્યાસ કરતા 10 અને 11 વર્ષીય બંને બાળક જમવા માટે બહાર નીકળ્યા હતા. તે દરમિયાન શાળા નજીક ચાલતા બાંધકામ પાસે રમવા પહોંચતા બંને બાળકોને કરંટ લાગી ગયો હતો. જેમાંથી એક બાળક 35 ટકા અને બીજો બાળક 65 ટકા જેટલો દાઝી ગયો હતો.
મહત્વનું છે કે ઘટના બાદ પાલિકાના અધિકારીઓ નિરીક્ષણ કરવા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ બંને બાળકો ભોગ બન્યા છે. શાળાની બાજુમાં ચાલી રહેલા કામકાજના સ્થળે કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષા બાબતે બેદરકારી દાખવી હોવાનું ધ્યાને આવતા પાલિકા તંત્રએ આ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : બિલીમોરાથી ચીખલીને જોડતો બ્રિજ પાણીમાં, લોકો 25 કિમી ફરીને જવા બન્યા મજબૂર, જુઓ Video
નવસારીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોને કરંટ લાગવાનો મુદ્દે તંત્રએ પણ તપાસ કરી. દેવીના પાર્કમાં FSLના અધિકારીઓએ મુલાકાત લીધી. કોન્ટ્રાકટરે હાઈ ટેન્શન લાઈન નીચે નિયમોને નેવે મૂકી રેતીના ઢગલા કર્યા હતા. આ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માગ ઉઠી છે. તો FSLના રિપોર્ટના આધારે આગળની તપાસ થશે.
(with input : Nilesh Gamit)
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
