Navsari: બિલીમોરાથી ચીખલીને જોડતો બ્રિજ પાણીમાં, લોકો 25 કિમી ફરીને જવા બન્યા મજબૂર, જુઓ Video
Navsari: બિલીમોરાથી ચીખલીને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. આ બ્રિજથી ચીખલી જવા માટે માત્ર 4 કિલોમીટર થાય છે પરંતુ બ્રિજ બંધ થવાના કારણે લોકોએ 25 કિલોમીટર ફરીને જવુ પડે છે. જેના કારણે લોકોના સમયનો પણ બગાડ થાય છે અને ખૂબ હાલાકી પડી રહી છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. વલસાડના જોરવાસણ ગામ અને નવસારીના ઊંડાચ ગામને જોડતો બ્રિજ છેલ્લા એક અઠવાડિયાથી પાણીમાં ગરકાવ થઇ ગયો છે. જેના કારણે 10 ગામના લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો આવ્યો છે. બ્રિજ પાણીમાં ડૂબી જતા 10 ગામના લોકો 25 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે. જોરવાસણ ગામથી પસાર થતી ખરેરા નદી છેલ્લા એક અઠવાડિયાથી બે કાંઠે વહી રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ખરેરા નદીનો બ્રિજ વરસાદના કારણે પાણીમાં ગરકાવ થાય છે. આ બ્રિજનો મુખ્યત્વે ઉપયોગ વલસાડથી નવસારી જિલ્લાના બિલ્લીમોરામાં આવેલા ITIમાં જતા વિદ્યાર્થીઓ, શાળાએ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ હોય કે પછી ખેતરે જતા ખેડૂતો ઉપયોગ કરતા હોય છે.
આ પણ વાંચો : Navsari Rain : નવસારીમાં ધોધમાર વરસાદના પગલે કાવેરી નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ, જુઓ Video
આ બ્રિજથી ચીખલી જવા માટે માત્ર 4 કિલોમીટર થાય છે પરંતુ બ્રિજ બંધ થવાના કારણે લોકોએ 25 કિલોમીટર ફરીને જવું પડે છે. જેના કારણે લોકોના સમયનો પણ બગાડ થાય છે અને ખૂબ હાલાકી પડે છે. છેલ્લા કેટલાંક સમયથી ગ્રામજનોએ બ્રિજને ઉંચો બનાવવા માગણી કરી છે. છતાં પણ તંત્ર દ્વારા કોઇ પણ કામગીરી કરવામાં નથી આવતી. જેના કારણે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
