નવસારીમાં ખેડૂતો દ્વારા વીજ અછતની ફરિયાદ, 10 કલાક વીજળી આપવા રજૂઆત

નવસારીમાં વીજળીનો અપૂરતો પુરવઠો મળતા ખેડૂતો પરેશાન છે. જ્યારે ખેડૂતો અને જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાતમાં(Gujarat)સરકારી વીજ કંપનીઓના વીજ અછત નહિ વર્તવાના દાવા વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાંથી વીજકાપના (Power Cut)સૂર ઉઠવા લાગ્યા છે. જેમાં મહદઅંશે ખેડૂતોને ઓછી મળતી વીજળીમાં પણ કાપ મૂકાતા હવે જગતનો તાત લાચાર બન્યો છે. જે અંતર્ગત નવસારીમાં(Navsari)વીજળીનો અપૂરતો પુરવઠો મળતા ખેડૂતો પરેશાન છે. જ્યારે ખેડૂતો અને જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ દિવસે 8 નહીં પરંતુ 10 કલાક વીજળી આપવા રજૂઆત કરી હતી.

જેથી સિંચાઈના પાણી માટે કોઈ તકલીફ ન રહે. આ ઉપરાંત વીજ થાંભલા પડતા ખેતરોમાં આગ લાગવાની દુર્ઘટનાઓમાં પણ યોગ્ય વળતર આપવાની માગણી કરવામાં આવી હતી.

ગુજરાતમાં પણ કોલસાની અછતની શરૂ થઈ ગઈ છે. જેની અસર વીજ કાપના સ્વરૂપે સામે આવી રહ્યો છે. તેમજ વીજળી વગર અન્નદાતા વલખા મારી રહ્યા છે. જો સ્થિતિ આવી જ રહી તો અન્નદાતાને 8 કલાકથી પણ ઓછી વીજળી મળવા લાગશે જો આવું થયું તો શિયાળુ પાક પર પણ સંકટના વાદળો ઘેરાશે.

ઉલ્લેખનીય છે કે, ઉર્જા મંત્રીએ પખવાડીયામાં વીજળીનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી છે.આયાતી કોલસાની અછતને લીધે આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. પાકને કોઈ નુકશાન ન થાય તે પ્રકારે નિર્ણય લેવા ઉર્જા મંત્રીએ ખાતરી આપી છે. અત્યારે કૃષિ ક્ષેત્રને મળતી વીજળીમાં કાપ મૂકાયો છે.

તેમજ સમય જતાં પરિસ્થિતિ ન સુધરે તો ઔદ્યોગિક એકમો પર પણ વીજ કાપ આવી શકે છે.એક તરફ સરકાર વીજળીની અછત ન હોવાનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ સરકાર અઘોષિત પાવર કટ લાગુ કરી રહી છે તેવો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો :  JAMNAGAR : આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડયું, 5 હજાર કાર્યકરોના રાજીનામા

આ પણ વાંચો : MS Universityમાં ત્રણ સીન્ડીકેટ સભ્યોએ જે માહિતી માંગી એ વિશ્વની કોઈ યુનિવર્સીટીમાં જાહેર કરવામાં નથી આવતી

 

Click on your DTH Provider to Add TV9 Gujarati