નવસારીમાં ચીકુ પકવતા ખેડૂતોમાં ખુશી, રોજ 30 લાખથી વધુની થઈ રહી છે આવક, જુઓ વીડિયો
નવસારીમાં ચીકુ પકવતા ખેડૂતોમાં ખુશ જોવા મળી છે. ચીકુનો મબલખ પાક થવાને કારણે ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. અનૂકુળ વાતાવરણને કારણે સારો પાક થયો છે જેને કરેણ આ વખતે ખેડૂતોને અનેકગણો ફાયદો થશે. રોજ 4 હજાર મણ ચીકુની આવક થઈ રહી છે. જોકે આ ખેડૂતોને આ વખતે ચીકુનો ભાવ 700થી 1200 રૂપિયા સુધી ભાવ મળી રહ્યો છે.
આ વર્ષે નવસારીના ચીકુ પકવાતા ખેડૂતો ખૂબ ખુશ છે. ચોમાસા બાદ ચીકુના પાકને અનૂકૂળ હવામાન અને યોગ્ય પ્રમાણમાં ગરમી રહેતા ચીકુનો મબલખ પાક થયો છે. સામાન્ય રીતે ચીકુના પાક ઉતરવાની શરૂઆત લાભ પાંચમ બાદ થતી હોય છે પરંતુ આ વખતે અનુકૂળ વાતાવરણના કારણે એક મહિના અગાઉ જ ચીકુના પાકની શરૂઆત થઈ ગઈ છે.
આ પણ વાંચો : નવસારી શહેરમાં ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પાલિકાની ટીમ અને પશુપાલકો સામસામે, પોલીસે કરી મધ્યસ્થી
અમલસાડ APMCમાં હાલમાં દૈનિક 4 હજાર મણથી વધુ ચીકુની આવક થઈ રહી છે. જેની સાથે જ ગુણવત્તા પણ સારી હોવાથી ભાવ પણ 700થી 1200 રૂપિયા સુધી મળી રહ્યો છે. અમલસાડના ચીકુ ગુજરાત બહાર પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવે છે. હાલ રોજના 8થી 10 ટ્રેક ચીકુ પંજાબ, મધ્યપ્રદેશ મોકલાઈ રહ્યા છે. ચીકુની મબલખ આવકથી ખેડૂતોની સાથે વેપારીઓને પણ દીવાળી સારી જવાની ખુશી છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)
